ભાજપના સાંસદ મને જાઈને બે ડગલાં પાછળ હટી જાય છે : રાહુલ ગાંધી

0
8

ન્યુ દિલ્હી,તા.૨૬
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે ભાજપના સાંસદ તેમને જાઇને ૨ ડગલાં પાછળ હટી જાય છે. રાહુલે કહ્યું કે આજકાલ ભાજપના નેતાઓને ડર લાગે છે કે ક્્યાંક હું તેમને ભેટી ન પડું. જણાવી દઇએ કે ગત અઠવાડિયે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ પોતાના સંબોધન બાદ અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે મળ્યા હતા. રાહુલ ગાંધીની આ હરકતની ભાજપના નેતાઓ દ્વારા ઘણી ટીકા કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના નેતાઓના વિચારો તેમનાથી અલગ હોઇ શકે છે પરંતુ તેઓ તેમને નફરત કરતા નથી. એક પુસ્તકના વિમોચન પ્રસંગે તેમણે કહ્યું કે તમે તમારી પૂરેપૂરી તાકાતનો ઉપયોગ કરી કોઇનો વિરોધ કરી શકો છો પંરતુ તેમને નફરત કરવી એ તમારી અંગત ચોઇસ છે અને મને લાગે છે કે આ સમજવું જરૂરી છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે હું અડવાણીજીથી અસહમત હોઇ શકું છું અને દેશ પ્રતિ મારા વિચારો પણ તેમનાથી અલગ હોઇ શકે છે. હું અડવાણીજીનો પૂરજાશમાં વિરોધ કરી શકું છું પરંતુ મારે તેમને નફરત કરવાની કોઇ જરૂર નથી. પુસ્તક વિમોચનના આ પ્રસંગે રાહુલ ગાંધી ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ હાજર રહ્યાં હતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY