મીટુઃ ટીવી એક્ટર રાહુલ રાજ સિંહે બોલીવુડ રાઇટર પર મુકિયા ગંભીર આરોપો

0
10

મુંબઈ,તા.૨૦
મીટુ અભિયાન અંતર્ગત અત્યાર સુધી મહિલાઓ પોતાની સાથે થયેલા જાતિય શોષણને લઇને બોલી રહી હતી. હવે ટીવી એક્ટર રાહુલ રાજ સિંહે બોલીવુડ રાઇટર મુશ્તાક શેખ પર ગંભીર આરોપો લગાવ્યા છે. સૈફ અલી ખાન અને શાકિબ સલીમ બાદ હવે મીટુ અભિયાન અંતર્ગત આવો ખુલાસો કરનાર રાહુલ રાજ પહેલો પુરૂષ છે.
રાહુલે જણાવ્યું કે, “બોલીવુડનાં પ્રભાવશાળી વ્યકિત મુશ્તાક શેખ કેટલાક પ્રોજેક્ટ માટે કલાકો સુધી મારી સાથે મીટિંગ કરવા લાગ્યા. બે-ત્રણ મુલાકાતો બાદ તેમણે મને મોડી રાત્રે ૩થી ૪ વાગ્યે કાલ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન એકવાર શેખે મને ૧૧ વાગ્યે એક કાફી શાપ પર બોલાવ્યો, જ્યાંથી તે મને પોતાના ઘરે લઇ ગયા અને પોતાના ઘરની અંદર રૂમમાં લઈ ગયા.”
રાહુલે વધુમાં જણાવ્યું કે, “આ દરમિયાન ઘણી વાતચીત પછી મુશ્તાક શેખે મને કહ્યું કે હું તારી સાથે કંઇક એવું કરવા જઇ રહ્યો છું જેને તું ઘણું એન્જાય કરીશ. આ અલગ હશે, પરંતુ તને પસંદ આવશે. આ સાંભળીને હું ડરી ગયો અને મે શેખને કહ્યું કે હું તમારા પરિવારને ઓળખું છું. હું તમારી પસંદની વિરુદ્ધ નથી, પરંતુ તમારો દોસ્ત છું અને દરેક સંબંધ સેક્સ માટે નથી હોતો.” આ દરમિયાન શેખે કહ્યું, “ચિંતા ના કર! ફરી વખત તુ તૈયાર રહેશે.” રાહુલનો દાવો છે કે આ ઘટના બાદથી તેના હાથમાંથી ઘણા ટીવી શા નીકળી ગયા કેમકે તેણે શેખની સાથે સૂવાની ના કહી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY