૨૦૧૭-૧૮માં રેલ્વેને રિઝર્વેશન કેન્સલથી ૧૬૦૦ કરોડની આવકની શક્યતા

0
34

ન્યુ દિલ્હી,
તા.૨૦/૪/૨૦૧૮

૨૦૧૬-૧૭માં ૧૪૦૦ કરોડની કમાણી કરી હતી

રેલવે વિભાગ દ્વારા દર વર્ષે નવી ટ્રેનો શરૂ થતી હોવા છતાં રેલવેના મોટાભાગના યાત્રિકોને કન્ફર્મ ટિકિટ મળી શકતી નથી. તેમ છતાં રેલવે સારી આવક મેળવે છે તેનુ કારણ રિઝર્વેશન કેન્સલેશનને ગણી શકાય છે. એક માહિતી અનુસાર દરરોજ દોઢ લાખ યાત્રિકોને જ કન્ફર્મ ટિકિટ મળી શકે છે જ્યારે સવા ત્રણ લાખ લોકોને ટિકિટ મળતી નથી.

૨૦૧૬-૧૭ દરમિયાન રેલવેની કમાણી ૧૪૦૦ કરોડ હતી, જ્યારે ૨૦૧૭-૧૮માં રેલવેને ૧૬૦૦ કરોડની આવક થાય તેવી શક્્યતા છે. રેલવે રિઝર્વેશનની પ્રણાલી હેઠળ દર વર્ષે લગભગ ૫૫ કરોડ યાત્રિક ટિકિટ બુક કરાવે છે તેમાંથી માત્ર ૫૨ ટકાને જ ટિકિટ મળે છે.

તેથી ૪૮ ટકા લોકોને તેમનુ બુકિંગ રદ કરાવવુ પડે છે અથવા વેઈટીંગમાં જવુ પડે છે. જેના કારણે રેલવે વિભાગને સારો લાભ મળી રહ્યો છે. આવો લાભ રેલવેના કેન્સલેશન અને રિફંડના નિયમ વધુ કડક બનાવવામા આવતા મળી રહ્યો છે. રેલવેએ ૨૦૧૫થી નિયમો વધુ કડક બનાવી દીધા છે.

આ ઉપરાંત કેન્સલેશન ચાર્જમાં પણ વિવિધ કેટેગરી મુજબ વધારો કરી દેવામાં આવતાં આવી રકમમાં વધારો થયો છે. ત્યારે ટિકિટ કન્ફર્મ નહિ થતાં મુસાફરે કાં તો ટિકિટ રદ કરાવવી પડે છે અથવા રાહ જાવી પડે છે પણ તેમાં આખરે ફાયદો તો રેલવે વિભાગને જ થઈ રહ્યો છે. ગત વર્ષે રેલેવેને ૪૯ હજાર કરોડની આવક થઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY