દાહોદ,તા.૨૨
આધુનિક યુગમાં અંધશ્રદ્ધાએ હદ વટાવી હોય તેમ ગુજરાતમાં છાસવારે અંધશ્રદ્ધાની આડ હેઠળ ક્રૂરતા આચરવામાં આવતી હોય છે. આવી જ એક ઘટના દાહોદ જિલ્લામાં બની છે જેમાં ડાકણ હોવાનો વહેમ રાખીને દેરાણી-જેઠાણીને નગ્ન કરી ઝાડ સાથે બાંધીને ડામ આપવામાં આવ્યા હતા. જાકે, આ ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલાઓને દાહોલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આટલી મોટી ગંભીર ઘટના બની હોવા છતાં આ લખાય છે ત્યા સુધી કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી.
મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામમાં અંધશ્રદ્ધાની આડમાં બે મહિલાઓ ઉપર અત્યાચાર ગુજારવાની ઘટના બની હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ટાઢાગોળા ગામમાં દેરાણી-જેઠાણી પરિવાર સાથે રહે છે. જાકે, દેરાણી જેઠાણીને ડાકણનો વહેમ રાખીને લોકોએ બંન્ને નગ્ન કરીને ઝાડ સાથે બાંધી દીધી હતી.
ઝાડ સાથે બાંધીને બંનેને ગરમ સળિયા, કોસ અને સળગતા લાકડા વડે બંને હાથ-પગ, પેટ ઉપર ડામ ચાંપ્યા હતા. આટલાથી ન ધરાતા લોકોએ બંને મહિલાઓને માર મારીને તેમના હાથપગ પણ ભાંગી નાંખ્યા હતા. અમાનુષી અત્યાચારના કારણે દેરાણી જેઠાણીને ગંભીર ઇજાઓ થઇ હતી. જેના પગલે બંનેને સારવાર માટે દાહોદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે મધ્ય પ્રદેશના ભુવાએ અડદ નાખી બંને સગા ભત્રીજાના મોતના જવાબદાર કાકીઓને ગણાવ્યા હતા. જેના પગેલ દેરાણી જેઠાણીઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત મહિલાઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જાકે, આ આખી ક્રૂર ઘટન અંગે હજી સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





