વારાણસી,તા.૧૭
ધર્મ નગરી કાશીમાં બાબા વિશ્વનાથના દર્શન-પૂજન કરવા માટે આવનારા શ્રદ્ધાળુઓ અને પર્યટકોને હવે દુર્ગંધનો સામનો નહીં કરવો પડે. શ્રી કાશી વિશ્વનાથ વિશિષ્ટ ક્ષેત્ર વિકાસ પરિષદે શેરીઓમાં સફાઈની સાથે-સાથે અત્તર છાંટવાનું પણ આયોજન કર્યું છે.
વારાણસીમાં દરરોજ આશરે એક લાખ શ્રદ્ધાળુ અને પ્રવાસીઓ આવે છે. ગંગા ઘાટ અને વિશ્વનાથ મંદિર જતી ગલીઓમાં ગંદકીના ઉકરડાઓને કારણે લોકોને ખૂબ જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જાકે, આ તસવીર બદલવા માટે શ્રીકાશી વિશ્વનાથ વિશિષ્ટ ક્ષેત્ર પરિષદના વિસ્તારમાં આવતા ૧૫ મહોલ્લાની ગલિઓમાં સફાઈની જવાબદારી ગાઝિયાબાદની કંપની ક્લીન એન્ડ સિક્યોર મેનેજમેન્ટ કન્સલટન્સીને સોંપવામાં આવી છે.
કંપની શેરીઓમાં દિવસમાં ત્રણ વાર સફાઈ કરશે અને મણિકર્ણિકા તથા લલિતા ઘાટ જનારા રસ્તાઓ પર બે વખત લેમન ગ્રાસ પરફયૂમનો છંટકાવ કરશે. આના માટે કંપનીને દર મહિને ૭૫ લાખ રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



