લખનઉ,તા.૧
ઉત્તર પ્રદેશ લોક સેવા આયોગમાં પસંદગી પામનારી નગર પંચાયતનાં અધિકારી (EO) એ નિયુક્તિ મળ્યાનાં ૧૭ દિવસમાં જ પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધું. નગર પંચાયત અધ્યક્ષને ૨૭ ઓગસ્ટે આપેલાં પોતાનાં રાજીનામામાં અધિકારીએ લખ્યું હતું કે પોતાની ઘરડી માતાની સારસંભાળ અને સેવા માટે તે રાજીનામું આપી રહી છે. અધ્યક્ષે તેનાં રાજીનામાને પ્રદેશ સરકારને મોકલી આપ્યું છે.
જણાવી દઈએ કે, રાયબરેલી જનપદનાં ધમસીરાયનાં પૂર્વ નિવાસી અજય કુમાર, પુત્ર સ્વર્ગીય શ્રીનાથની નિયુક્તિ બાંદા જિલ્લામાં મટૌઘ નગર પંચાયતમાં અધિશાસી અધિકારી તરીકે ૨૦ જુલાઈએ નિમણૂંક કરવામાં આવી હતી. તેણે ૧૦ ઓગસ્ટે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. ૨૭ ઓગસ્ટે અજય કુમારે પોતાનું રાજીનામું નગર અધ્યક્ષને સોંપ્યું હતું.
પોતાનાં રાજીનામામાં અજય કુમારે લખ્યું હતુ કે તે પોતાની વૃદ્ધ અને વિધવા માતાની સેવા કરવા માંગે છે. અજયે જણાવ્યું હતું કે તેની માતા ૬૫ વર્ષની છે અને એકલી છે. તેમની સેવા માટે સમય આપવા માટે તેણે રાજીનામું આપ્યું છે.
અજયની નિયુક્તિ બેઝિક શિક્ષા વિભાગમાં સહાયક અધ્યાપકનાં પર પસંદગી થઈ ચૂકી હતી. હાલ, નિયુક્તિનાં ૧૭ દિવસમાં જ રાજીનામુ આપવાને કારણે તે ચર્ચામાં છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



