ન્યુ દિલ્હી,તા.૨૮
છત્તીસગઢની એક યુવતીએ પોતાના પતિ સાથે નહીં પરંતુ પોતાના પરિવાર સાથે જવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. રાયપુરના મોહમ્મદ ઈબ્રાહિમ સિદ્દીકીએ ફેબ્રુઆરી ૨૩, ૨૦૧૮ના રોજ હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા માટે હિન્દુ ધર્મ અંગીકાર કરી લીધો હતો. મોહમ્મદ ઇબ્રાહિમ ધર્માંતરણ બાદ આર્યન આર્ય બની ગયો હતો.
લગ્ન બાદ યુવતી તેના માતાપિતાના ઘરે જ રહી હતી. આ મામલે મોહમ્મદ ઇબ્રાહિમે યુવતીને તેના માતાપિતાના કબજામાંથી છોડાવવા માટે હાઇકોર્ટના નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટનો આશરે લીધો હતો. મંગળવારે તેની પત્ની અંજલી જૈને (૨૩ વર્ષ) ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને ડી.વાય.ચંદ્રચૂડની બેંચ સમક્ષ પોતાના માતાપિતા સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે યુવતીને તેના માતાપિતા સાથે જવાની મંજૂરી આપી દીધી હતી.
છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ધમતરી જિલ્લાના એસપીને એવો આદેશ કર્યો હતો કે અંજલી જૈનને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. આ કેસમાં છત્તીસગઢ હાઇકોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે અંજલી તેના માતાપિતા અથવા હોસ્ટેલમાં રહી શકે છે. આ ચુકાદાના વિરુદ્ધમાં મોહમ્મહ ઇબ્રાહિમ સિદ્દીકી સુપ્રીમ કોર્ટમાં ગયો હતો.
અંજલી જૈન મોહમ્મદ ઇબ્રાહિમ સાથે લગ્ન બાદ પોતાના પરિવાર સાથે જ રહેવા લાગી હતી. તેણે નિર્ણય કર્યો હતો કે તે થોડા સમય પછી લગ્નની જાણ તેના માતાપિતાને કરી દેશે. જાકે, આ દરમિયાન પરિવારને લગ્નની જાણ થતા અંજલી ૩૦મી જૂનના રોજ કોઈને કહ્યા વગર પોતાના માતાપિતાના ઘરેથી નીકળી ગઈ હતી. જાકે, તે તેના પતિને મળે તે પહેલા જ પોલીસે તેને શોધી કાઢી હતી. અંજલીને પોલીસ સ્ટેશનન લાવવામાં આવી હતી અને ત્યાર બાદ મહિલાઓ માટેના સરકારી કેન્દ્રમાં રાખવામાં આવી હતી.
એવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે અંજલીએ પોતાના પતિ સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હોવા છતાં પોલીસે ખોટું નિવેદન નોંધીને તેનો કબજા તેના માતાપિતાને સોંપી દીધો હતો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



