રાજકોટ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા : કોંગ્રેસ-ભાજપના પારખાં

0
2

રાજકોટ,તા.૨૬
રાજકોટ જિલ્લા પાંચાયતની આવતી કાલ શુક્રવારે સામાન્ય સભા યોજાનાર છે. જિલ્લા પંચાયતની આ સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના બરાબરના પારખાં થશે. આ સમાન્ય સભામાં ભારે ખેંચતાણ થવાની શક્યતા ઓ સેવાઇ રહી છે. કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયત પર પોતાનો કબ્જા કરવા માટે મથામણ કરી રહી છે.
મળતી માહિતી પ્રમાણે આવતી કાલે શુક્રવારે સવારે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાનાર છે. આ જિલ્લા પંચાયત ઉપર કોંગ્રેસ અને ભાજપ પોતાની સત્તાનો દાવો કરી રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ પોતાનીપાસે ૨૭ સભ્યો હોવાનો દાવો કરી રહી છે ત્યારે કોંગ્રેસ પોતાની પાસે ૧૫ સભ્યો હોવાનો દાવો કરી રહી છે.
એવી પણ માહિતી મળી રહી છે કે, અત્યારે કોંગ્રેસના ૨૪ નારાજ સભ્યોને લઇને ભાજપ રાજસ્થાન લઇ ગયું છે. કોંગ્રેસના સભ્યોને ખુશ કરીને પોતાની સાથે રાખીને જિલ્લા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પણ કરાવશે. ભાજપ આવતી કાલે શુક્રવારે ૧૧ વાગ્યે કોંગ્રેસના નારાજ સભ્યોને લઇને જિલ્લા પંચાયત સામાન્ય સભામાં પહોંચશે. બીજી તરફ કોંગ્રેસના કારભારી ચેરમેન અર્જૂન ખાટરિયા આ અંગે કાયદાકીય લડત કરી શકે છે એમ સુત્રો જણાવી રહ્યા છે.
દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયાએ કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જાડાય છે. માનવામાં આવી રહ્યુ છે કે, કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતમાં કુંવરજી બાવળિયાના સમર્થકો છે. હવે કુંવરજી બાવળિયા ભાજપ સાથે છે એટલે બાવળિયાના સમર્થકો ભાજપ તરફી રહેવાનું માનવામાં આવી રહ્યુ છે. આમ રાજકોટ જિલ્લા પંચાયત ઉપર ભાજપ કબજા કરી જાય તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ તાલુકા-પંચાયત હોય કે રાજ્યમાં સત્તા મેળવવી હોય. તમામ જગ્યાએ પોતાનું એડીચોટીનું જાર લગાવી રહી છે. તો બીજી તરફ પણ કોંગ્રેસ પણ પોતાની સ્તતાને વધારે વિસ્તારવા માટે કંઇ જ કસર છોડે એમ નથી. આવી સ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસમાં નારાજ થયેલા સભ્યો હુકમનો એક્કો બને એ સહેજ પણ ખોટું નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY