રાજકોટમાં ૨૦૫૦ મથકો પર મતદાન, ૨૧.૧૪ લાખ મતદારો નેતાઓનું ભાવિ નક્કી કરશે

0
6

રાજકોટ,તા.૧૨
જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તાએ મંગળવારે લોકસભાની ચૂંટણીને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેણે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ સંસદીય મતવિસ્તારની ચુંટણીનું જાહેરનામું તારીખ ૨૮ માર્ચના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્ર તારીખ ૨૮ માર્ચથી ૪ એપ્રિલ સુધી ભરી શકાશે. જ્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ ૮ એપ્રિલ નક્કી કરવામાં આવી છે. મતદાનની તારીખ ૨૩ એપ્રિલ છે જ્યારે મત ગણતરી ૨૩ મેના રોજ હાથ ધરાશે.
આ સાથે જ કલેકટરે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ ગુજરાત સહીત સમગ્ર દેશમાં આચારસહિતા લાગુ કરી દેવામાં આવી છે. રાજકોટ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા આચારસહિતાનો ચુસ્ત અમલ થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે રાજકોટ લોકસભા બેઠકની અંદર ૭ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે જેમાં કુલ ૧૮,૮૫,૭૧૦ મતદારો નોંધાયા છે. જે પૈકી ૯ લાખ ૭૦ હજાર પુરુષ અને ૮ લાખ ૯૪ હજાર મહિલા મતદારો છે. જે તમામ કુલ ૨૦૫૦ મતદાન મથકો પર મતદાન કરશે.
રાજકોટ વહીવટી તંત્ર દ્વારા એક વિધાનસભા વિસ્તાર દીઠ ૩ એમ કુલ ૨૧ ફ્લાઈંગ સ્કવોડની રચના કરવામાં આવી છે. સાથે મતદારોને મતદાન અંગે કોઈ માહિતી કે ફરિયાદ માટે એક ડીસ્ટ્રીક કોન્ટેક સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં ૧૯૫૦ નંબરની હેલ્પ્લાઈન નંબર પર તમામ માહિતી કે સમસ્યા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY