યુવકનું રહસ્યમય મોત, પત્નીને મેસેજ કર્યોઃ ‘મને દવા પીવડાવી મર્ડર કર્યુ’

0
4

રાજકોટ,તા.૫
નાના મવા રોડ પર રહેતા અને ભક્તિનગર સર્કલ પાસે મોબાઈલકની દુકાન ધરાવતાં તુષારભાઈ પટેલનું રહસ્યમય સંજાગોમાં મોત નિપજ્યું છે. મૃતક તુષારભાઈએ પત્નીને વોટ્‌સએપમાં વોઈસ મેસેજસ મોકલીને કહ્યું હતું કે ‘મારે જેની સાથે પૈસાની લેતીદેતી છે તેણે મને દવા પાઈ દીધી છે અને મારૂ મર્ડર કરેલું છે.’ જેથી પત્નીએ તાત્કાલીક પરિવારજનોને જાણ કરી હતી અને તપાસ કરતાં તુષાર રાત્રે ૧ વાગ્યા આસપાસ ઘર નજીકના પ્લોટમાંથી ઝેર પીધેલી હાલતમાં મળતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબિબે તેને મૃત જાહેર કર્યો હતો.
તુષારભાઈની ૧૨ વર્ષની દિકરી હેતએ રાત્રીના પપ્પા સાથે ત્રણ અજાણ્યા શખ્સો વાતો કરતાં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ સમગ્ર મુદ્દે તપાસ કરી રહી છે અને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો છે. લેણદારોના ત્રાસથી તુષારભાઇએ જાતે દવા પીધી કે પછી તેને બળજબરીથી દવા પાઇ મોતને ઘાટ ઉતારાયા? આ રહસ્ય ઉકેલવા પોલીસે તપાસ શરૂ થઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY