સતત ૧૨મા દિવસે પેટ્રોલમાં ૩૦ અને ડિઝલમાં ૨૦ પૈસાનો ઘટાડો

0
6

ન્યુ દિલ્હી,તા.૨૯
દેશામાં સતત ઘટી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે સામાન્ય જનતાને રાહત મળી રહી છે. સોમવારે પણ સતત ૧૨માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો નોધાયો હતો. સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં ૩૦ પૈસાનો ઘટાડો આવ્યો હતો. જેથી પેટ્રોલની કિંમતમાં ૭૯.૭૫ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. જ્યારે દિલ્હીમાં ડીઝલના ભાવોમા ૨૦ પૈસાનો ઘટાડો સામે આવ્યો છે. જેથી અહિં ડિઝલના ભાવ ૭૩.૮૫ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.
મુંબઇમાં પણ સોમવારે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં ૩૦ પૈસાનો ઘટાડો આવ્યો છે. જેથી અહિં પેટ્રોલના ભાવ ઘટીને ૮૫.૨૪ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. સાથે જ ડીઝલના ભાવમાં પણ ૨૧ પૈસાનો ઘટા઼ડો આવ્યો છે. જેથી અહિં ડીઝલનો ભાવ ૭૭.૪૦ રૂપિયા પ્રતિ લીટર થયો છે.. મહત્વનું છે, કે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત ૧૨ દિવસથી ઘટાડો આવી રહ્યો છે. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ ૩.૦૮ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. જ્યારે આ દરમિયાન ડિઝલના ભાવોમાં પણ ૧.૮૪ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો સામે આવ્યો છે.
૪ ઓક્ટોબરે પેટ્રોલ ૮૪ રૂપિયે લીટર અને ડીઝલ ૭૫.૪૫ રૂપિયે લીટરની રેકોર્ડ ઉચાઇ પર પહોચ્યા હતા. એજ દિવસે સરકારે ક્રુડ ઉત્પાદક ખર્ચમાં ૧.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ સિવાય સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલીયમ કંપનીઓને પણ ક્રુડની કિંમતોમાં એક રૂપિયાનો ઘટાડો કરવા માટે કહેવામાં આવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY