રાજકોટ,તા.૧૬
કાલાવડ રોડ પર મોટા મવામાં વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતાં સોની પરિવારની ૨૫ વર્ષની નિકીતા અનિલભાઇ લોઢીયા નામની યુવતીએ સવારે નવમા માળેથી પડતું આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ મુજબ યુવતી કોઇ સાથે મોબાઇલ ફોનમાં વાત કરતી હોઇ તેની પરિવારજનોને ખબર પડતાં ઠપકો આપતાં માઠુ લાગી જવાથી આ પગલું ભરી લીધું હતું.
છુટાછેડા થયા બાદ યુવતી માતા-પિતા સાથે રહેતીઃમળતી માહિતી અનુસાર આપઘાત કરનાર નિકીતા બે બહેનમાં મોટી હતી અને યાજ્ઞિક રોડ પર આવેલા કોસ્મેટિક ચીજવસ્તુના શો રૂમમાં નોકરી કરતી હતી. તેના પિતા અનિલભાઇ લોઢીયા ચાંદીકામ કરી ગુજરાન ચલાવે છે. નિકીતાના અગાઉ બાટવા ખાતે લગ્ન થયા હતાં. પણ કોઈ કારણોસર યુવતીના છુટાછેડા થઈ ગયા હતા. જે બાદ તે પોતાના માવતર સાથે રહેતી હતી. ત્યારે ગઈકાલે સાંજે નિકીતા કોઇ સાથે મોબાઇલ ફોનમાં વાત કરતી હોઇ તેવી તેના માતાને જાણ થઇ જતાં ઠપકો આપતાં તેણીને ખોટુ લાગી ગયું હતું અને ગુમસુમ થઇ સુઇ ગઇ હતી. એ પછી આજે સવારે આ પગલું ભરી લીધું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




