રાજકોટ,તા.૩૦
ગુજરાતમાં ટેકના ભાવે મગફળીની ખરીદી શરુ કરીને સરકારી અધિકારીઓને કામે લગાવ્યા છે તો બીજી તરફ મગફળી ખરીદી પ્રકિયામાં સરકારી બાબુઓ ગુલ્લી મારતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે ત્યારે રાજકોટ મદદનીશ કલેક્ટરે આવા અધિકારીઓ સામે લાલ આંખ કરી પગલાં ભર્યા છે.
૪ અધિકારીઓને ખરીદી પ્રકિયામાં હાજર થવા નોટિસ આપવામાં આવી હતી પરંતુ એમાંથી બે અધિકારીઓ ફરજ પર હાજર ન રહેતા તેમની સામે કડક કાર્યવાહી કરી અટકાયતના આદેશ કર્યા હતા. જેથી પોલીસે તે કર્મચારીઓની અટકાયત કરી હાજર કર્યા હતા.
કામગીરીમાં ગેરહાજરી સંબંધે રાજકોટ ગ્રામ્ય કલેક્ટર દ્વારા (૧) જીનલ પટેલ (અધિક મદદનીશ ઇજનેર, તાલુકા પંચાયત કચેરી), (ર) લખધીરસિંહ પરમાર (અધિક મદદનીશ ઇજનેર, તાલુકા પંચાયત કચેરી), (૩) આર.આર.પટેલ (સહાયક મોટર વાહન નિરિક્ષક) (૪) સંદીપ એન.નાડીયા (સહાયક મોટર વાહન નિરિક્ષક) ને નોટીસ ફટકારવામાં આવી હતી.
આ બાદ આ બંને કર્મચારીઓએ મગફળી ખરીદી પ્રક્રિયામાં સોપવામાં આવેલ ફરજા સંભાળી લીધી હતી. પરંતુ કલેક્ટર દ્વારા લેવામાં આવેલ આ પગલાના કારણે સન્નાટો વ્યાપી ગયો હતો. આ સિવાય અન્ય કર્મચારી જે ફરજ પર ગેરહાજર રહે છે તેમની સામે પણ વોરંટ ઈશ્યુ કરવામાં આવશે તેવી માહિતી સુત્રો દ્વારા મળી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



