નિયોલ ગામ પાસે મધરાત્રે પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી

0
9

કારમાંથી રૂ.૧.૮૩ લાખનો દારૂ મળી આવ્યો
સુરત, તા.૨૦
કડોદરા પોલીસ મથકની હદમાં આવેલ નિયોલ ગામની સીમમાંથી મધરાત્રે મોનીટરિંગ સેલની પોલીસ ટીમે પોણા બે લાખનો વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી પાડી હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તથા મોકલનાર સહિત આઠ જણાંને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી લોકસભાની ચૂંટણી હોવાથી દારૂની હેરાફેરી રોકવા ગાંધીનગર સ્ટેટ મોનીટરિંગ સેલની પોલીસ ટીમ પલસાણા તાલુકા વિસ્તારમાં ફરી રહી હતી. ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે નિયોલ ગામની સીમમાં ગઈકાલે મધરાત્રે મોનીટરિંગ સેલની પોલીસ ટીમ તપાસ કરવા જતા નિયોલ ગામે બ્લોક નં.૩૦૬ વાળી વલ્લભભાઈ ધનજીભાઈ વઘાસીયાની જમીનની પાસે કાચા રસ્તા ઉપરથી વીએક્ષઆઈ સ્વીફ્ટ કારને ઝડપી પાડી હતી. ત્યારે અંધારાનો લાભ લઈ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બાટલીઅોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા ટીન નંગ ૧૪૬૬ કિંમત રૂ.૧,૮૩,૨૦૦ તથા એક ગિસ્ટીગ ગ્રે કલરની સ્વીફ્ટ વીએક્ષઆઈ કારની કિંમત રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૬,૮૩,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ દારૂ મંગાવનાર વોન્ટેડ આરોપી મુકેશભાઈ નિરંજનભાઈ રાઠોડ રહે. નિયોલ તાલુકા પલસાણા જિ. સુરત તથા દારૂ મોકલનાર રોશન ઉમેશ ઠાકુર રહે. દમણ તેમજ વિશ્વાસ ભીમરાવ ગડરી રહે. નવાપુર પંકજ નામદેવ સોનવણે, કમલેશ ઉર્ફે કમલેશ મારવાડી, મીઠાલાલ ખત્રી, નિતીન પાટીલ બે અજાણ્યા ઈસમો સહિત સીફ્ટ કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY