મુંબઈ,તા.૨૯
ફિલ્મ સર્જક લીના યાદવે કહ્યુ હતું કે મારી ફિલ્મ રાજમા ચાવલ રજૂઆતને આરે છે અને અમે પ્રમોશન શરૃ કરી દીધું છે ત્યારે અમને સૌને રિશિજીની ગેરહાજરી ખૂબ સાલી રહી છે. સિનિયર અભિનેતા રિશિ કપૂર હાલ વિદેશમાં કેન્સરની સારવાર લઇ રહ્યો છે. આ ફિલ્મમાં એણે એક મહ¥વનું પાત્ર રજૂ કર્યું છે. આ ફિલ્મ શુક્રવારે ૩૦ નવેંબરે નેટફ્લીક્સ પર રજૂ થવાની છે.
જા કે લીનાએ ઉમેર્યું કે અમે સતત એમના સંપર્કમાં છીએ અને અહીં અમે શું કરી રહ્યા છીએ એની ઝીણામાં ઝીણી વિગતોથી રિશિજી વાકેફ છે. અમે જ્યારે જ્યાં આ ફિલ્મ રજૂ કરી કે તરત રિશિજીનો ફોન પર સવાલ આવ્યો કે ઓડિયન્સના પ્રતિભાવ કેવા રહ્યા ? આપણી મહેનત ઊગી નીકળી કે નહીં ? ઓડિયન્સને ગમી કે નહીં ? ભારત અને અમેરિકા વચ્ચે સમયનો ખાસ્સો તફાવત છે છતાં અમને એકમેક સાથે વાત કરવામાં કોઇ તકલીફ નડી નથી. અમે સતત એકબીજાના સંપર્કમાં રહી શકિયા છીએ.
પિતા પુત્રના સંબંધોની કથા રજૂ કરતી આ ફિલ્મમાં નવોદિત અભિનેતા અનુરુધ તંવર ચમકી રહ્યો છે. અમાયરા દસ્તૂર એની હીરોઇન છે. લીનાએ કહ્યુ કે આ ફિલ્મમાં રિશિ કપૂરની લૂક બરાબર એમના લિજેંડરી પિતા રાજ કપૂર જેવી છે. અહીં એ સોશ્યલ મિડિયા દ્વારા વિખૂટા પડેલા પુત્ર સાથે ફરી કનેક્ટ થવાના પ્રયાસો કરે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






