સિદ્ધાર્થ ‘ભૂલે ભટકે તિવારી’ ફિલ્મ બનાવશે

0
5

મુંબઈ,તા.૨૯
અભિનેતા ફિલ્મ સર્જક સિદ્ધાર્થ રોય કપૂર ભૂલે ભટકે તિવારી નામની ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો હોવાની જાણકારી મલી હતી.
હિન્દી ફિલ્મોમાં એવી ઘણી ફિલ્મો આવી જેમાં હીરોનો ડબલ રોલ હોય અને બંને ભાઇઓ બાળપણમાં લોકમેળામાં કે બીજી રીતે છૂટાં પડી ગયાં હોય. વરસો પછી કોઇ આકસ્મિક ઘટનામાં આ ભાઇઓ મળી જાય. વાસ્તવ જીવનમાં એક એવો ભેખધારી સમાજસેવક છે જે વરસોથી આ રીતે વિખૂટાં પડેલો લોકોને એમના મૂળ પરિવાર ભેગાં કરવાનું અતિ કષ્ટદાયક કામ કરી રહ્યા છે. એ સમાજસેવકના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાની યોજના સિદ્ધાર્થ રોય કપૂર ઘડી રહ્યો હોવાની માહિતી મળી હતી. એક પ્રસંગે આ તિવારીના પુત્ર સાથે સિદ્ધાર્થની મુલાકાત થઇ જતાં એણે તિવારીજીના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાના રાઇટ્‌સ ખરીદી લીધા હતા.
હાલ ૭૧ વર્ષના રાજારામ તિવારીના આ કાર્ય વિશે સંખ્યાબંધ પ્રકાશનોમાં અહેવાલો અને ઇન્ટરવ્યૂ પ્રગટ થયા છે. દેશી વિદેશી ટેલિવિઝન પર પણ એમનો ઇન્ટરવ્યૂ રજૂ થઇ ચુકવ્યો છે. સિદ્ધાર્થ રોય કપૂર એમના વિશે ફિચર ફિલ્મ બનાવવા માગે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY