આજથી નેત્રંગ અને સાગબારા વિસ્તારમાં દૂરદર્શન અનાલોગ સિગ્નલ બંધ : ડી.ટી.ટી. ટુક સમયમાં કાર્યરત

0
209

ભરૂચ:

ભરૂચ દૂરદર્શન કેન્દ્રના જણાવ્યા અનુસાર આજરોજ ૧ ફેબ્રુઆરીના રોજ થી નેત્રંગ અને સાગબારા વિસ્તારમાં દૂરદર્શન અનાલોગ સિગ્નલ બંદ થવાના કારણે ડી.ડી.ગીરનાર ચેનલ બંધ થવા પામી છે. જોકે ડી.ટી.ટી. એટલે ડિજીટલ ટેરેસ્ટેરીયલ ટેલીવીઝન ટેકનોલોજી પ્રમાણે હવેથી દૂરદર્શન ચેનલનું પ્રસારણ કરવામાં આવશે. આ ટેકનોલોજીમાં કોઈ ડીસ કે એન્ટીનાની જરૂરત રહેતી નથી ફક્ત એક ઘરમાં જે વાઈફાઈ ટેકનોલોજી એટલે કે રેડિયો ફ્રિકવન્સી રિસીવર બોક્ષ લગાવવાનું રહેશે. આ ટેકનોલોજી દિલ્હી અને અમદાવાદ જેવાં શહેરોમાં કાર્યરત છે અને સાથે જ આ ટેકનોલોજી થી સેલફોન માં પણ એક યુ.એસ.બી. ડીવાયસ લગાવી દૂરદર્શનની ચેનલ નિહારી શકાશે. અગાઉ થોડા દિવસો બાદ ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકા અને સુરત જીલ્લાના માંગરોલ  તાલુકામાં પણ અનાલોગ સિગ્નલ બંધ થશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY