નર્મદા જિલ્લાની શાળાઓ નું પરિણામ ઊંચું લાવવા ડી.જે. જેવા ઘોઘાંટ પર અંકુશ લાવવા વાલી દ્વારા રજુઆત, છતાં બેહરા તંત્ર દ્વારા સ્તિથી માં કોઈ ફેર થયો નથી

0
145

રાજપીપલા:

રાજપીપલા ખાતે એક જાગૃત વાલી દ્વારા જિલ્લા ના ઉચ્ચ અધિકરીઓ સમક્ષ એવી રજુઆત કરવામાં આવી હતી કે નર્મદા જીલ્લાનું વારંવાર આવતું નબળું પરિણામ ઉંચું લાવવા માટે ડી.જે. જેવી માઈક સિસ્ટમ ખાશ જવાબદાર જણાય છે જેથી ડી.જે.સિસ્ટમ અને બેન્ડ નો અવાજ જરૂરી માત્રા માં જળવાય અને નિયમ મુજબ ના સમય પુરતો જ વગાડાય તે ભણતા વિદ્યાર્થીઓ વૃધ્ધો અને બીમાર દર્દીઓ ના લાભ માટે જરૂરી છે
હાલ સ્કૂલો માં પ્રિલિમરી પરીક્ષાઓ ચાલે છે ત્યાર બાદ ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા સારું થઈ રહી હોય રાત્રે 10 પછી ડી.જે.માઈક પર ખાશ પ્રતિબંધ મુકવા લાગતા વળગતા અધિકારીઓ કડક પગલાં લે અને નિયમ મુજબ પાલન કરાવે લગ્ન પ્રસંગ,ધાર્મિક ,સામાજિક પ્રસંગ જેવી પાર્ટી કે મોટા વાર-તહેવારોમાં મોડી રાત સુધી ખુબ મોટા અવાજે વાગતા ડી.જે.નો ભોગ ભણતા વિદ્યાર્થીઓ સહીત તમામે બનવું પડે છે અને ખાશ કરીને પરીક્ષા ટાણે વિદ્યર્થીઓ ના વાંચન માં ખલેલ પડતા પરિણામો નબળા આવતા કેટલાક વિદ્યાર્થીઓ નું ભાવિ પણ જોખમાય છે માટે આ બાબતે કાયદાનું કડક પાલન કરવા એક જાગૃત વાલી એ જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ ને આ બાબતે રજુઆત કરી છે , જોકે આ રજુઆત બાદ પણ હજુ સ્તિથી માં કોઈ સુધારો જોવા મળ્યો નથી ત્યારે ફક્ત ડી.જે .જેવી નાની બાબતે પણ લગતા વળગતાં અધિકારીઓ અહીં ઢીલા સાબિત થઈ રહેલા જણાય છે.

રિપોર્ટર : ભરત શાહ, રાજપીપળા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY