લો બોલો હવે રાજપીપળા માં મંદિર ની આડ માંં પણ જુગાર

0
86

એલ સી બી એ મંદિર પાછળ જુગાર રમતા સાત ખાનદાની નબીરાઓને દબોચી લીધા,બે ફરાર

રાજપીપળા: રાજપીપળા ખાતે મંદિર ની આડ માં જુગાર રમતા ખાનદાની નબીરાઓ ને પોલીસે ઝડપી પાડતા નાશભાગ ના દ્રશ્યો સર્જાયા હતા

ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી ની સૂચના અને ડી વાય એસ પીી રાજેશ પરમાર ના માર્ગદર્શન મુજબ ગત રાત્રે રાજપીપળા ના શિતળા માતાના મંદિર પાછળ જુગાર રમતા હોવાની બાતમી મળતાજ ત્યાં એલ સી બી ના એ ડી મહંત તેમજ રાજપીપલા ટાઉન પો.સ્ટે.ના વી એસ ગઢવી એ રેડ કરતા હાર્દિક વાલુસિંગ વસાવા ( ચિત્રકૂટ સોસાયટી,રાજપીપળા) ,રશ્મિકાન્ત મગનભાઈ માછી ( પંચવટી સોસાયટી,રાજપીપળા), અલ્પેશ જયંતીભાઈ વસાવા ( છત્રવિલાસ સોસાયટી,રાજપીપળા), શ્રેયસ પ્રવીણ પ્રજાપતિ (શ્રીજી નગર સોસાયટી,રાજપીપળા), પ્રિયવર્ધન ધીરુભાઈ રાઠવા ( સંતોષ ટોકીજ,રાજપીપળા),સંદીપ મહેન્દ્ર માછી (પંચવટી સોસાયટી,રાજપીપળા), ઉપેન્દ્રસિંહ પ્રવિણસિંહ સેલોત (પંચવટી સોસાયટી,રાજપીપળા) આ તમામ ઈશમો મંદિર પાછળ જુગાર રમતા હતા ત્યારે પોલીસે છાપો મારતા નાશભાગ બાદ ઉપરોક્ત સાત વ્યક્તિઓ ઝડપાઇ ગયા હતા એમની પાસે અંગઝડતીના રોકડા રૂપિયા 5670/- તેમજ દાવ પર લગાવેલા રૂપિયા 4560/- મળી કુલ રૂપિયા 10,230/- તથા બાઈક નંગ-8 અને મોબાઈલ નંગ-3 મળી રોકડા અને મુદ્દામાલ સાથે કુલ રૂપિયા 2,17,730/- નો મુદ્દામાલ કબ્જે કર્યો જયારે રેડ દરમિયાન વીપુરાજસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ અને મિતેશ રમણ વસાવા એ બંને અંધારા નો લાભ લઈ નાસી જતા એમની શોધખોળ શરુ કરી હતી

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY