ખબરદાર રહીને નિયમ-ધર્મમાં અણીશુદ્ધ રહેવું : પૂ. મહંત સ્વામી મહારાજનો યુવાનોને સંદેશ
સુરત, તા.૧૫
બી.એ.પી.એસ. સ્વામીનારાયમ મંદિર, અડાજણ ખાતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ સત્સંગની હેલી છલકાવી રહ્ના છે. રોજ વહેલી સવારે પ.પૂ. સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાના દર્શન કરવા માટે ભક્તોનું જાણે માનવ મહેરામણ ઊમટી પડે છે. ગઈકાલે તા.૧૪-૫-૨૦૧૯ના રોજ સ્વામીશ્રીની પૂજામાં યુવા તાલીમ કેન્દ્ર, સારંગપુરના યુવાનોએ સુમધુર અવાજમાં કીર્તનોનું ગાન કરી ભક્તિમય વાતાવરણ રચ્યું હતું. આ યુવાનોએ અક્ષર પુરૂષોત્તમ ઉપાસના અને યુવા તાલીમ કેન્દ્રની યશગાથા ગાઈ હતી. પૂજા બાદ પ.પૂ. સ્વામીશ્રીએ આશીર્વાદ વર્ષાવતા કહ્નાં હતું, ભગવાને આપણા માટે ઘણું બધું કર્યુ છે. એમણે અતિ અપાર કૃપા કરી છે. તેને લઈને આપણે સુખી છીએ. માટે આપણે એમના સાચા ભક્ત તૈયાર થવું અને ભગવાનની ઉપાસના પાકી કરવી. નિર્મળ થઈને અતિ નિર્વાસનિક થઈને ભગવાનને અંતરમાં રાખી ઉત્તમ ભક્ત થવું.
સંસ્થાના શતાબ્દી વર્ષ ૨૦૦૭માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની આર્ષદૃષ્થિ બી.એ.પી.એસ. સંસ્થાએ યુવા પ્રવૃત્તિના નૂતન આયામરૂપે સારંગપુર ખાતે યુવા તાલીમ કેન્દ્રની સ્થાપના કરી હતી. યુવા તાલીમ કેન્દ્રમાં ૬ માસના રેસિડેન્શીયલ કોર્સ દ્વારા એવા યુવાનોનું નિર્માણ થાય છે જે સંસ્કારી સંસ્કૃતિક સંવર્ધક, જ્ઞાનથી સમૃદ્ધ, કૌશલ્યયુક્ત, દૃઢ મનોબળયુક્ત, સેવાભાવી, સ્વાવલંબી અને સ્વસ્થ હોય. જેમાં પ્રવચન કળા, મેનેજમેન્ટ સ્કીલ, સંગીત કળા, સર્જનાત્મકતા, સેવાભાવના વગેરે કળા તેમને શીખવવામાં આવે છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ.પૂ. મહંત સ્વામી મહારાજે પ્રચંડ પુરૂષાર્થ અને નિઃસ્વાર્થ સ્નેહવર્ષા કરીને આ તાલીમાર્થી યુવાનોને સમૃદ્ધ બનાવે છે. ગઈકાલે સાંજે ૫.૩૦ કલાકે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાંથી યુવા તાલીમ કેન્દ્રના પદવીદાન સમારોહનું આયોજન થયું હતું. જેમાં યુવા તાલીમ કેન્દ્રની ૧૯મી બેચમાં વિશિષ્ટ તાલીમ લીધેલ યુવાનોને પ.પૂ. સ્વામીએ પદવી અર્પણ કરી હતી. સેવા એ જ અમારૂં જીવન આ જીવનમંત્ર સાથે અત્યાર સુધી આ યુવા તાલીમ કેન્દ્રએ ૨૦૦૦ થી વધુ યાવનોની ભેટ સમાજને આપી છે. તદુપરાંત આ સભામાં આપનું ૠણ ચૂકવું હું શા વડે ? શીર્ષïક હેઠળ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક શિષ્ય તરીકે ગુરૂનું ૠણ કેવી રીતે અદા કરી શકાય એવા વિશેષ મૂલ્યો અને પાઠો શીખવતી સુંદર પ્રસ્તૃતિ, નૃત્ય અને સંવાદના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ.પૂ. સ્વામીએ યુવાનોને આશીર્વચન ઉચ્ચારતા જણાવ્યું, આ તો ભગવાન સ્વામીનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી દયા કરીને આ પૃથ્વી પર પધાર્યા. તેમણે બહુ કૃપા કરી. પ્રમુખ સ્વામી મહારાજે પણ કઈ બાકી રાખ્યું નથી. માટે હવે આપણે એમનું ૠણ ચૂકવવાનું છે. આપણે તાલીમ લઈ લીધી, હવે આપણે શું કરવાનું ? તો નિયમ પાળવાના માટે બહાર ગયા પછી પણ ચઢતો ને ચઢતો રંગ રાખવાનો છે. થોડી ઢીલાશ કરીએ તો એમાં ગરબડ પેસી જાય. માટે ખબરદાર રહીને નિયમ ધર્મમાં અણીશુદ્ધ રહેવું અને સંસ્કારી અને તેજસ્વી યુવાન બનીને સમાજમાં દરેક યુવાનો માટે આદર્શ બનીને સમાજની સેવા કરવી, આવા બળપ્રેરક આશીર્વચન સાંભળી સૌ કોઈ ધન્ય થયા હતા. આ સભાનો લાભ લેવા શહેરભરમાંથી ૨૫૦૦૦ થી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા. તા.૧૬-૫-૨૦૧૯ના રોજ પ.પૂ. મહંત સ્વામી મહારાજના આ વખતના સુરત રોકાણ દરમ્યાનના છેલ્લા પ્રાતઃ પૂજા દર્શન થશે માટે સવારે ૫.૧૫ કલાકે બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, અડાજણ ખાતે દર્શનમાં પધારવા હાર્દિક નિમંત્રણ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



