રાજપીપળા: નર્મદા જિલ્લા માં પોલીસ ની અલગ અલગ ટિમો દ્વારા અનેક જગ્યા પર ફરતા રોમિયો ને સબક આપવા ઘણા સમય થી પોલીસ કમર કસી રહી છે ત્યારે એમાં નિર્ભયા ની જાંબાઝ મહિલા પોલીસ ની કામગીરી સરાહનીય છે જેમાં એક બાદ એક શાળા પાસે ફરકતા રોમિયો જાણે ભૂગર્ભ માંજ ઉતરી ગયા છે પરંતુ અમુક મોબાઈલ પર અટકચાળા કરતા હોય એવોજ એક કિસ્સો મંગળવારે રાજપીપળા માં જોવા મળ્યો

રાજપીપળા નગરપાલિકા પાસે આવેલી સ્ત્રી અધ્યાપન મંદિર પાસે દુકાન ચલાવતી એક યુવતી ઉર્વશી ને કોઈ રોમિયો વારંવાર મોબાઈલ દ્વારા હેરાન કરતા કોલ કરતો હતો ત્યારે ઉર્વશી એ આ માટે પોલીસ ને જાણ કરતા પી એસ આઈ કે કે પાઠક ની સૂચના થી નિર્ભયા ની મહિલા પોલીસે તપાસ કરતા ગણતરી માં ફોન પર ઉર્વશી ને હેરાન કરતા અજય નામના રોમિયો ને નજીક માંથી પકડી લઈ મહિલા પોલીસ ને સોંપતા અંતે ઉર્વશી એ રાહત અનુભવી હતી જોકે ઉર્વશી જેવી ઘણી યુવતીઓ કે વિદ્યાર્થીનીઓ ને હેરાન કરતા રોમિયો માટે અગાઉ પણ નિર્ભયા ટીમે અનેક વાર કડકાઈ કરી છે જેથી નર્મદા જિલ્લા માં હવે રોમિયોગિરી નું પ્રમાણ નહિવત જોવા મળે છે.
ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





