આમલેથાની બાલાસિનોર પરણાવેલી બહેનને ફળિયાનો યુવાન ફોન કરતા બનેવી બેનને મારે છે એમ કહી ભાઈઓએ લાકડી અને પથ્થર મારી ઇજા કરી.
રાજપીપળા: નાંદોદ તાલુકાના આમલેથા ગામમાં રહેતા ફરિયાદી જીગ્નેશ બાબુભાઇ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ એનાજ ગામના બે ભાઈઓ પૈકી જયેશ દિલીપ વસાવા અને અજય દિલીપ વસાવા એ શુક્રવારે જીગ્નેશ પાસે જેઇ કહ્યું કે તું કેમ મારી બાલાસિનોર પરણાવેલી બહેન જયાને મોબાઈલ થી વાત કરે છે…? મારો બનેવી એને મારે છે ત્યારે જીગ્નેશે કહ્યું કે જયાબેન તમને ફોન લાગાવતા હતા પણ તમને ફોન ન લાગતા અમને મને ફોન કર્યો હતો છતાં બંને ભાઈઓ એ એની વાત ન માની લાકડી અને પથ્થર વડે જીગ્નેશ ને મારી ઇજા કરતા બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ આપતા આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




