રોજ વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ ફરી સૂર્યદેવ નો પ્રકોપ જોવા મળતા બેવડી ઋતુ માં લોકો માંદગીની પથારીમાં સપડાયા
રાજપીપળા: રાજપીપળા સહીત નર્મદા જિલ્લા માં છેલ્લા ચારેક દિવસ થી વાદળછાયું વાતાવરણ જોવા મળે છે પરંતુ મેઘરાજા હાથતાળી આપી જાય છે પરંતુ શનિ અને રવિવાર ના બે દિવસ અમીછાંટણા આવતા ધરતીપુત્રો અને ગરમીમાં સેકાઈ રહેલા લોકો ને આશા બંધાઈ હતી પણ થોડી ક્ષણો બાદ મેઘરાજા ગાયબ થઈ ફરી સૂર્યદેવે દર્શન દેતા તમામ ની આશા ઠગારી નીવડી હતી ત્યારે હવે ક્યારે વરસાદ આવશે એ તરફ સૌની મીટ મંડાયેલી છે જોકે મુંબઈ અને સૌરાષ્ટ્ર તરફ વરસાદ ની શરૂઆત થઈ છે ત્યારે ગુજરાત માં પણ ગમે ત્યારે મેઘાની ધમાકેદાર એન્ટ્રી થશે એમ લાગી રહ્યું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





