સરકાર પોલીસ ના માથે બંદૂક મૂકી ફોડે છે – પી.ડી. વસાવા,(નાંદોદ – ધારાસભ્ય )
ખેડૂતો ના દેવા માફી તેમજ લોકશાહી બચાવોની માંગણીઓ સાથે નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર ને આવેદન
રાજપીપળા : સમગ્ર રાજ્ય માં આજે કોંગ્રેસ દ્વારા ખેડૂતો ના પડતર પ્રશ્નો ના નિવારણ માટે તમામ જિલ્લા કક્ષાઓ ઉપર ધરણા અને આવેદન ના પ્રોગ્રામ અપાય હતા , ત્યારે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ નાંદોદ ના ધારાસભ્ય પી.ડી. વસાવા ની આગેવાની માં રાજપીપલા ના ગાંધીચોક ખાતે ધરણાં કરી આવેદનપત્ર અપાયું હતું , જિલ્લાના 100 થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભેગા મળી ધરણાં કર્યા હતા અને ભાજપ વિરોધી સુત્રોચ્ચાંર કર્યા હતા સાથે બંધારણ બચાવો દેશ બચાવો ની વાત કરી હતી અને ધરણા સ્થળે થી તમામ કાર્યકરો ભેગા મળી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી ખેડૂતો ની વિવિધ પડતર માંગણીઓ અંગે રજુઆત કરી હતી
આવેદનપત્ર માં સરકાર ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા ખેડૂત વિરોધી અને પ્રજા વિરોધી સરમુખત્યારશાહી વલણ ના કારણે રાજ્ય ના ખેડૂત અને પ્રજા ત્રસ્ત છે, ખેડૂત પાકવીમા, વીજળી, ખેતપેદાશ ના અપૂરતા ભાવ સહિત ની સમસ્યાઓથી ઘેરાયેલોો છે તેમજ એવી પણ માંગ કરી હતી કે સરકાર ખેડૂતોના દેવા માફી નો ત્વરિત નિર્ણય લે, અને ખેડૂતો ને પોષણક્ષમ ભાવ આપે, સમયસર પૂરતી વીજળી આપે. અને રાજ્યસરકારે પ્રજાવીરોધી નિર્ણય લઈ પ્રજા ની મૂળ સ્વતંત્રતા ઉપર કાપ મુક્યો છે, અને સરકાર સામે વિરોધ કરનાર સામે પ્રતિબંધક કાનૂની જોગવાઈઓ નો સરકાર બેફામ ઉપીયોગ કરી રહી છે જેથી પ્રજામાં ભય અને દહેશત નો માહોલ પેદા થયો છે તેવા આક્ષેપો કર્યા હતા
કાર્યક્રમ માં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ હરેન્દ્રભાઈ વાળંદ, નાંદોદ ના ઘારસભ્ય પી ડી વસાવા, રાજપીપલા શહેર પ્રમુખ ઠાકોરભાઈ, રાજપીપલા નગરપાલિકા માજી પ્રમુખ ભરત ભાઈ વસાવા, રાજપીપલા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા મુનતજીર ખાન, સાહનવાજખાન પઠાન, નાંદોદ તાલુકા પંચાયતના સદસ્ય જતીન ભાઈ વસાવા, પ્રકાશ ભાઈ, નર્મદા જિલ્લા મહિલા પ્રમુખ મનીષાબેન વસાવા, તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ કપૂરભાઈ ભીલ, તિલકવાડા તાલુકા સમિતિ ના પ્રમુખ રાજુભાઈ ભીલ, તિલકવાડા એપી એમ સી ચેરમેન રેહમતુલાભાઇ ,ગરુડેશ્વર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા રાજેશ ભાઈ તડવી, સહિત કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ચીફ રિપોર્ટર, નાર્નાદ,ભરત શાહ,મો.નં.9408975050
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





