દક્ષિણ ગુજરાત વિજ કંપનીમાં ભ્રષ્ટાચારે માજા મૂકી,એક પછી એક ફરિયાદો થવા છતાં તપાસ કેમ નથી થતી ..?!

0
473

રાઇસ મિલમાં ગેરકાયદેસર રીતે મફતમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખી કંપની ને 14 લાખનો ચૂનો ચોપડી ભ્રષ્ટાચાર આચર્યની ફરિયાદ થતા ખળભળાટ

રાજપીપળા : ડિજીવીસીએલ ના એક રિટાયર્ડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સતીષ. આર.પરમાર દ્વારા DGVCL કંપનીના એચ.આર હેડ એફ.વાય.ટીમોલના ભાઈની ઉચ્છલ ખાતે નવાપુરા નજીક આવેલ રાઇસ મિલમાં ગેરકાયદેસર રીતે મફતમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખી કંપની ને 14 લાખનો ચૂનો ચોપડી ભ્રષ્ટાચાર આચર્યની ફરિયાદ કરી છે. આ એફ.વાય.તિમોલ ઉપર અગાઉ પણ ભ્રરષ્ટાચાર ની ઘણી ફરીયાદ સરકારમાં કરવામાં આવી છે. જોવું રહ્યું આ અધિકારીની ફરિયાદના આધારે સરકાર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરનાર તિમોલ સાહેબને સજા કરે છે. કે આખું પ્રકરણ દબાવી દેશે.

પબ્લિક પ્રો્રોપર્ટી ગણાતી એવી સરકારની ઉર્જા વિભાગની DGVCL કંપનીમાં અધિકારીઓના મેળાપીપણામા ચાલતા કથિત ભ્રષ્ટાચાર સામે એક જાગૃત નાગરિક તરીકે પોતાના નામ જોગ ખુલ્લેઆમ આરોપો લગાડી શ્રી સતીષ પરમાર રિટાયર્ડ કાર્યપાલક ઇજનેર દ્વારા ચીફ વિજિલન્સ ઓફિસર ડિજીવીસીએલ સુરતને ફરિયાદ કરેલ છે.

છેલ્લા ચાર – ચાર વખત લેખિત ફરીયાદ કરવા છતાં ચીફ વિજિલન્સ અધિકારી પણ કોઈ કાર્યવાહી હાથ ધરતા નથી. વિજિલન્સ વિભાગ પણ ભ્રષ્ટાચારમા મેળાપી પણું હોય તેવા ડિજીવીસીએલના એમ.ડી.ને જ તાપસ કરવા કાગળ મોકલી આપે છે. “મીંડળી ને દૂધનો પ્યાલો સાચવવા આપવા ” જેવી વાત છે. શુ ગુજરાતમાં વિજિલન્સ વિભાગ પણ શંકાના દાયરા હેઠળ આવી ગયા છે. વિજિલન્સ વિભાગના આવા વલણથી લોકશાહી ઉપર ખતરો મંડાઈ રહ્યાની લોકોમાં લાગણી વર્તાય રહી છે.

શુ પ્રજાની મૂડી સમાન સરકારી કંપનીમાં ચાલતા કરોડોના કથિત ભ્રષ્ટાચાર માં બધા જ ભાગીદાર છે ? કોની છત્રછાયા હેઠળ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે..? તે પણ તપાસનો વિષય છે.

ઉર્જા કંપનીમાના એક યુનિયન દ્વારા પણ હાલમાં જ ડિજીવીસીએલ મા ચાલતા કથિત કૌભાંડો અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસ કરવા ઊર્જામંત્રી ને તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, તકેદારી આયોગ ગુજરાત રાજ્ય તથા pmo ઓફિસ સુધી પોર્ટલમાં ફરિયાદ કરેલ છે.

સતીષ પરમારની ફરિયાદમાં ઘણી બધી ફરિયાદો કરવામાં આવી છે. ડિજીવીસીએલ મા એક કોન્ટ્રાક્ટર કે જે કંપનીનો સામાન બારોબાર વેચી મારતો હોવાની ફરિયાદ થયેલ છે. તે સામાન વેચવા જતો ત્યારે પોલીસ દ્વારા ટેમ્પો પકડી પોલીસ કાર્યવાહી કરી ફરિયાદ નોંધાયેલ હોવા છતાં તેને ભરૂચ સરકલના અધિક્ષક ઇજનેર દ્વારા આવા ચોર કોન્ટ્રાક્ટરને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ કેવી રીતના આપ્યો એ પણ તપાસનો વિષય છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY