વડોદરા,તા.૨૨
વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા ૧૦૨, લક્ષ એવન્યુમાં સટ્ટો રમતા મહેશ ઉર્ફે ગલી ચંદુલાલ કોટવાણી અને સતિષ ટેકચંદ ગોલાણી નામના બે સટ્ટોડિયાની પોલીસે ધરપકડ કરી છે. એક લાખ ૩૦ હજારનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
બંને સટ્ટોડિયા ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી બીગ બેશ લીગ પર સટ્ટો રમાડતા હતા. વારસીયા પોલીસની રેડ દરમિયાન લેપટોપ, કી બોર્ડ, એલઇડી ટીવી, સેટઅપ બોક્ષ, એકિટવા, વિદેશી દારૂની બોટલ, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે જુગારધારા અને પ્રોહિબીશન મુજબ કાર્યવાહી હાથ ધરી. વારસીયા પોલીસે જુગારધારા અને પ્રોહિબીશન મુજબ બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



