ન્યુ દિલ્હી,તા.૨
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંચાલક મોહન ભાગવતે કહ્યું છે કે વિપક્ષ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો ખુલ્લેઆમ વિરોધ કરી શકતા નથી કેમકે દેશમાં મોટો સમુદાય છે જે ભગવાન રામમાં અપાર શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. રામની પૂજા અર્ચના કરે છે. પતંજલિ યોગપીઠના એક કાર્યક્રમમાં ભાગવતે આ નિવેદન આપ્યુ હતુ. આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી અયોધ્યામાં રામ મંદિર બનાવવા પ્રતિબદ્ધ છે, પણ આ બધામાં થોડો સમય લાગશે.
ભાગવતે કહ્યુ કે દરેક સરકારની કેટલીક સીમાઓ હોય છે. એ સીમામાં રહીને કામ કરવાનું હોય છે. જા કે સંત અને પુરાહિતોને કોઈ બંધન નથી નડતુ, તેમને ધર્મ, દેશ અને સમાજના ઉત્થાન માટે કામ કરવું જાઇએ. ભાગવતે કÌš વિપક્ષી દળો તેનો ખુલ્લેઆમ વિરોધ ન કરી શકે કેમકે તેમને ખબર છે કે આવુ કરવાનું પરિણામ શુ આવશે.
રાષ્ટ્રી સ્વયંસેવક સંઘના સર સંચાલક મોહન ભાગવત એક વિશેષ કાર્યક્રમમાં સાધુ સ્વાધ્યાય સંગમના સમાપન કાર્યક્રમમાં પતંજલિ યોગપીઠના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પતંજલિ યોગપીઠમાં સ્વામી રામદેવે માળાઅર્પણ કરીને સંઘ પ્રમુખનું સ્વાગત કર્યુ હતુ. રામદેવે કહ્યુ હતુ કે ભાગવતના પતંજલિ આવવાથી પરિવાર અભિભૂત છે.
ભાગવતે આ મોકા પર ઉપસ્થિત સાધુ સાધ્વીઓ તથા પતંજલિ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. ભાગવતે કહ્યુ કે તમે નશિબદાર છો કે રામદેવના આશીર્વાદ તમારી સાથે છે. તમારે બીજા કોઇની દિશાનિર્દેશની જરૂર નહી રહે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



