ન્યુ દિલ્હી,તા.૧૦
તહેવારની સીઝન પહેલાં સરકારે રેલવે કર્મચારીઓને બોનસ આપવાના પ્રસ્તાવ પર નિર્ણય લીધો છે. આ વખતે રેલવેના દરેક કર્મચારીને ૧૭,૯૫૦ રૂપિયા બોનસ તરીકે મળશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૭૮ દિવસનું વેતન બોનસ તરીકે આપવામાં આવે છે. રેલવેના આશરે ૧૨ લાખ નાન ગેજટેડ કર્મચારીઓને તેનો લાભ મળશે.
આૅલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનની માગને સ્વીકારતા બોર્ડે ૭૮ દિવસનું બોનસ આપવાનો નિર્ણય લીધો છે. આ બોનસ રેલવે બોર્ડના ક્લસ થ્રી તથા ફોરના કર્મચારીઓને મળશે.
તેના માટે અલગથી સપ્લીમેન્ટ્રી બિલ પાસ કરાવીને એક જ દિવસમાં સીધા કર્મચારીઓના બેન્ક એકાઉન્માં બોનસના રૂપિયા નાંખી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને દીવાળીનું બોનસ આપે છે. તેવામાં માનવામાં આવી રહ્યુ છે કે રેલવે બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ પોતાના કર્મચારીઓને આકર્ષક બોનસની ભેટ આપી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



