ગાંધીનગર,
તા.૨૬/૦૩/૨૦૧૮
સરકાર એક તરફ વ્યસન મુક્ત માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.ગુજરાતના ધારાસભ્યોની હાલત ઠીક રહેતી નથી તેથી સભાગૃહનો સમય બદલવામાં આવ્યો છે.ત્યારે વિધાનસભા સંકુલમાં જ પાન મસાલાના ગલ્લા જાવા મળે છે. જ્યાં પણ બીડી સિગારેટ અને ગુટકાના હારડા લટકે છે. વિધાનસભા સંકુલમાં જ જા માનવ આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ વેચાતી હોય તો શાળાની નજીકમાં જ આવી હાટડીઓ જાવા મળે તો તેમાં વાંક ગલ્લા વાળાઓનો નહિ ગણાય પણ સરકારનો જ કહી શકાય.
વર્ષોથી વિધાનસભાનો સમય દર શુક્રવારે સવારના ૮.૩૦ વાગયોનો હતો.ધારાસભ્યો ડાયાબિટીસ,હાઇપર ટેન્શન .બીપી વગેરેથી પીડાય છે.સવારે તેમને જાગવામાં મોડું થાય છે તેથી સમય બદલીને ૮.૩૦ને બદલે ૯.3૦ કરાયો. ધારાસભ્યોને પોતાના આરોગ્યની સાથે પ્રજાના આરોગ્યની પણ ચિંતા કરીને વિધાનસભા સંકુલમાં આરોગ્ય માટે હાનિકારક ગલ્લા અંગે પણ વિચારે તો સારું. બાકી તો સત્ર મલ્યા કરશે અને હાટડીઓ ધમધમતી રહેશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"