મુંબઈ,તા.૩૦
સ્ક્રીપ્ટ રાઇટર મનોજ મૈરતાએ એવો આક્ષેપ કર્યો હતો કે ફિલ્મ મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટરની સ્ક્રીપ્ટ મારી લખેલી છે પરંતુ મોખરાના ફિલ્મ સર્જક રાકેશ ઓમપ્રકાશ મહેરાએ મારી સાથે દગો કર્યો હતો. મને ક્રેડિટ આપી નથી.
‘આ ફિલ્મની વાર્તા મેં ૨૦૧૨માં લખી હતી. આ વાર્તા અંગે ૨૦૧૪માં અમારી મુલાકાત થઇ અને ૨૦૧૫ના એપ્રિલની ૨૧મીએ એમણે મને સ્ક્રીપ્ટ રાઇટર તરીકે ઔપચારિક રીતે સાઇન કર્યો. એ દિવસોમાં મેહરા મિર્ઝિયાંનું શૂટિંગ કરી રહ્યા હતા. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનતાં અને તેમણે સ્વચ્છતા અભિયાન શરૃ કરતાં અમે સ્ક્રીપ્ટમાં થોડા ફેરફાર કર્યા.
૨૦૧૭ના નવેંબરની ૨૧મીએ મહેરાએ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી. દરમિયાન એમણે સ્ક્રીપ્ટમાં થોડા ફેરફાર કર્યા અને પાટનગર નવી દિલ્હીની ઝૂંપડપટ્ટીને બદલે મુંબઇની ઝૂંપડપટ્ટી જેવા ઉલ્લેખો ઉમેર્યા. આ અંગે મેં પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે મુંબઇની ઝૂંપડપટ્ટી ફ્રેન્ડલી છે, દિલ્હીની ઝૂંપડપટ્ટી ફ્રેન્ડલી નથી. હવે ફિલ્મ તૈયાર છે ત્યારે મને મળેલી માહિતી મુજબ એમણે મને લેખક તરીકે ક્રેડિટ નહીં આપીને મારી સાથે દગાબાજી કરી છે’ એમ મનોજે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.
એણે ઉમેર્યું કે રંગ દે બસંતી જેવી દેશભકિતની ફિલ્મો બનાવનારા મહેરા કેટલા દંભી છે અને લેખકો સાથે કેવો વ્યવહાર કરે છે એનો આ બોલતે પુરાવો છે. એમણે મને સાઇન કર્યો હતો એેના કાયદેસરના કાગળો પણ મારી પાસે છે. મોટ્ટા મોટ્ટા ફિલ્મ સર્જકો લેખકો સાથે કેવી રમત કરે છે એનો પણ આ પુરાવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



