‘ઝીરો’ના સેટ પર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

0
44

મુંબઈ,તા.૩૦
બોલિવૂડના બેતાજ બાદશાહ શાહરુખ ખાનની લેટેસ્ટ ફિલ્મ ઝીરોના સેટ પર ગુરુવારે અચાનક આગ લાગી હતી. સદ્ભાગ્યે કોઇ જાનહાનિ કે ઇજા થઇ નહોતી એવી માહિતી મળી હતી.
આનંદ એલ રાય અને શાહરુખ ખાનના સહિયારા સર્જન સમી આ ફિલ્મ ક્રિસમસની આસપાસ રજૂ થવાની છે. એમાં લેટેસ્ટ ટેક્નોલોજીની મદદથી શાહરુખને ઠિંગુજી તરીકે રજૂ કરાયો છે. આ ફિલ્મમાં સલમાન ખાનનો એક કેમિયો છે. સાથોસાથ મેખરાની બે અભિનેત્રી કેટરિના કૈફ તથા અનુષ્કા શર્મા ચમકી રહી છે. વીતેલા દાયકાની ટોચની અભિનેત્રી સદ્ગત શ્રીદેવીનો પણ એક નાનકડો રોલ આ ફિલ્મમાં છે અને આ ફિલ્મને શ્રીદેવીની છેલ્લી ફિલ્મ ગણાવાઇ રહી છે.
મુંબઇના ગોરેગાંવ ઉપનગરમાં આવેલા ફિલ્મ સિટિમાં ઝીરોના સેટ પર આગ લાગી હોવાની માહિતી મળતાં ફાયર બ્રિગેડના ચાર લાયબંબા ત્યાં ધસી ગયા હતા અને ઝડપભેર આગને કાબુમાં લીધી હતી.
આ વર્ષના આરંભે કરણ જાહરની કેસરી ફિલ્મના મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં ઊભા કરાયેલા સેટ પર પણ આગ લાગી હતી પરિણામે કેસરી ફિલ્મ વિલંબમાં પડી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર હીરો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY