કરિયરને લઈને કોઈ જ અફસોસ નથીઃ સોનાક્ષી સિંહા

0
13

મુંબઈ,તા.૨૪
દબંગ’ની સફળતા બાદ સોનાક્ષી સિંહાએ ‘રાઉડી રાઠોડ’, ‘લૂંટેરા’ અને ‘હોલિડે’ જેવી હિટ ફિલ્મો આપી, પરંતુ ‘તેવર’, ‘અકિરા’ અને ‘નૂર’ જેવી ફિલ્મોની નિષ્ફળતાથી તે ખાસ્સી પાછળ ચાલી ગઇ, જાકે ‘ઇત્તફાક’ ફિલ્મથી તેણે કમબેક કર્યું, પરંતુ ‘હેપ્પી ફિર ભાગ જાયેગી’ની નિષ્ફળતાએ તેને પાછળ ધકેલી દીધી. આમ છતાં પણ તેનાં હાથમાં કેટલીક સારી ફિલ્મો છે. મહિલા પ્રધાન ફિલ્મોનું ચલણ વધ્યું છે. તેને એક સકારાત્મક સંદેશ ગણાવતાં સોનાક્ષી કહે છે કે હું આ બદલાવનું સ્વાગત કરું છું.
અમને પણ મોકો મળવો જાઇએ કે અમે એવા રોલ પ્લે કરીએ, જે લોકોના દિલમાં ઊતરી જાય. લોકો અમારા કામની એટલી જ પ્રશંસા કરે જેટલી તેઓ પુરુષ અભિનેતાની કરતા હોય છે. આ ખૂબ જ સારી વાત છે કે મહિલાઓ પર ફિલ્મો લખાઇ રહી છે. અમે કંઇક અલગ કરીને અમારી ઓળખ બનાવી રહ્યાં છીએ.
દેશી ગર્લથી લઇને એક્શન ગર્લ સુધીની સફર કેવી રીતે પૂરી કરી તે અંગે વાત કરતાં સોનાક્ષી કહે છે કે હવે એક પર્ફોર્મર તરીકે હું આનાથી પણ વધુ સારું કામ કરવા ઇચ્છું છું. હવે હું એવી ફિલ્મો કરવા ઇચ્છું છું કે એક કલાકાર તરીકે આગળ વધવાનો મોકો આપે. હું એવા રોલ પ્લે કરવા ઇચ્છું છું, જેમાં મારી સીમાઓ વિસ્તરે. હું દર્શકોને કંઇક ને કંઇક નવું બતાવવા ઇચ્છું છું.
મેં બોલિવૂડમાં લાંબો સમય પસાર કરી દીધો છે, તેમાં હું કઇંક ને કંઇક શીખી છું. જે લોકો સાથે કંઇક કામ કર્યું છે તેમની પાસે કંઇક શીખી છું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY