હૈદરાબાદ,તા.૨૯
તેલુગુ ફિલ્મના મોટા અભિનેતા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન એન.ટી.રામરાવના ચોથા પુત્ર અને તેલુગુદેશમ પાર્ટીના પૂર્વ સાંસદ તેમજ આંધ્રના વર્તમાન મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુના સાળા નંદમુરી હરિકૃષ્ણનું આજે સવારે નલગોંડા જિલ્લામાં હૈદરાબાદ-વિજયવાડા નેશનલ હાઇવે પર એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
અકસ્માત વખતે નંદમુરી હરિકૃષ્ણ સાથે કારમાં અન્ય ત્રણ લોકો પણ સવાર હતા તેમને ઇજાઓ પહોંચી હતી. એનટીઆર સરકારમાં નંદમુરી હરિકૃષ્ણ પરિવહન પ્રધાન પણ હતા. નલગોંડા પોલીસના જણાવ્યા અનુસાર ૬૧ વર્ષીય નંદમુરી હરિકૃષ્ણ પુરઝડપે ડ્રાઇવિંગ કરી રહ્યા હતા અને તેમણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં હાઇવે પર આવેલ અનાપરથી ગામમાં તેમની ગાડી રોડ ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ હતી. આ અકસ્માત થયો ત્યારે નંદમુરી હરિકૃષ્ણ પોતાની ટોયોટાની એસયુવી ફોર્ચ્યુનરમાં નલ્લોર ખાતે એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જઇ રહ્યા હતા.
વાસ્તવમાં નંદમુરી હરિકૃષ્ણ સવારે ૯-૦૦ વાગ્યે એક લગ્ન સમારોહમાં પહોંચવા માગતા હતા અને અકસ્માત થયો ત્યારે તેમની ગાડી કલાકના ૧પ૦ કિ.મી.ની ઝડપે દોડી રહી હતી, જેના કારણે તેમની કારે બેલેન્સ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો.
તેમની ગાડી રોડ ડિવાઇડર સાથે ટકરાઇને પલટી ખાઇ જતાં પહેલાં હાઇવે પર સામેથી આવી રહેલી એક અન્ય ગાડીને પણ જારદાર ટક્કર મારી હતી. નંદમુરી હરિકૃષ્ણને માથામાં ગંભીર ઇજા થતાં તેમને તાત્કાલિક થોડા કિ.મી. દૂર આવેલા નરકેટપલ્લીની કામિની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે સવારે ૭-૪પ કલાકે તેમણે આખરી શ્વાસ લીધા હતા.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




