યુઝરની સંખ્યામાં ૯%નો વધારો
સાન ફ્રાન્સિસ્કો,તા.૩૧
ફેસબુકે ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. ૨૦૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીને ૪૮,૮૪૮ કરોડ રૂપિયા(૬૮૮ કરોડ ડોલર)નો પ્રોફીટ થયો છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો ત્રિમાસિક નફો છે. ૨૦૧૭ના ડિસેમ્બર ત્રિમાસિકની સરખામણીમાં નફામાં ૬૧ ટકાનો વધારો થયો છે. ૨૦૧૮ના ડિસેમ્બર ત્રિમાસિકમાં રેવન્યુ ૩૦ ટકા વધીને ૧.૨૦ લાખ કરોડ રૂપિયા(૧,૬૯૧ કરોડ ડોલર) રહ્યો છે. તેમાં એડ રેવન્યુનો સૌથી વધુ ૯૩ ટકા હિસ્સો રહ્યો છે.
ફેસબુકના ત્રિમાસિક પરિણામોને કારણે અમેરિકાના બજારમાં કંપનીનો શેર બુધવારે આફટર અવર ટ્રેડિંગમાં ૧૨ ટકા ચઢ્યો હતો. શેરમાં તેજીના કારણે કંપનીની માર્કેટ કેપમાં ૩.૭૫ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. તે ૨૯.૪૨ લાખ કરોડથી વધીને ૩૩.૧૭ લાખ કરોડ રૂપિયા થયો છે.
ફેસબુકના ડેલી અને મંથલી એક્ટિવ યુઝરની સંખ્યામાં ૮.૬ ટકાનો ગ્રોથ થયો છે. ૨૦૧૮ના ડિસેમ્બર ત્રિમાસિકમાં ડેલી એક્ટિવ યુઝરની સંખ્યા ૧૫૨ કરોડ અને મંથલી એક્ટિવ યુઝરનો આંકડો ૨૩૨ કરોડે પહોંચ્યો છે.
ફેસબુકના મંથલી એકટિવ યુઝર યુએસ અને કેનેડામાં ડિસેમ્બર ૨૦૧૭માં ૨૩.૯ કરોડ હતા. જે ડિસેમ્બર ૨૦૧૮માં ૨૪.૨ કરોડ થયા છે. યુરોપમાં ડિસેમ્બર ૨૦૧૭માં યુઝરની સંખ્યા ૩૭ કરોડ હતી. જે વધીને ડિસેમ્બર ૨૦૧૮માં વધીને ૩૮.૧ કરોડ થઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




