ભારત ના પ્રથમ નાગરિક મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુસ્લિમો ના પવિત્ર રમજાન માસ ની શરૂઆત પહેલા રાજસ્થાન સ્થિત જગપ્રસિદ્ધ અજમેર શરીફ ના હિંદલવલી ખ્વાજા મોઇન્ઉદ્દીન ચિસ્તી (ર.અ.) જેઓ ‘ગરીબ નવાઝ’ ના નામે દિલ થી નીકળતા અને જગતભર ના હિન્દૂ -મુસ્લિમ તેમજ અન્ય લોકો ની આસ્થા નું કેન્દ્ર તરીકે ઓળખાય છે આપની દરગાહ શરીફ ની જિયારત કરી ધન્યતા
અનુભવી હતી.

કહેવાય છે કે દેશ દુનિયા ના શાસકો અહીં આવી ચુક્યા છે ત્યારે ભારત ના રાષ્ટ્રપતિ એ પણ અહીં આવી સરકાર માં ફુલચાદર પેશ કરી પોતાનો અકીદો મજબૂત કર્યો હતો અને ખ્વાજા પર શ્રદ્ધા સુમન ચડાવી કૃતજ્ઞ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે બારેમાસ અકીદતમંદો ની હાજરી થી ધમધમતા અજમેર ના રસ્તા રાષ્ટ્રપતિ ના બંદોબસ્ત ને કારણે સુમસામ બન્યા હતા.




"વંદે માતરમ ,ભારત માતાકી જય"





