ઉપરાષ્ટ્રપતિ સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા
ન્યુ દિલ્હી,તા.૬
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને ૬૩મા મહાપરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આબંડેકરને મહાપરિનિર્વાણ દિવસે સંસદભવન પરિસરમાં તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
ઉપરાષ્ટÙપતિ એમ. વેંકૈયા નાયડુએ ટ્વિટ કરીને કહ્યું છે કે આપણા બંધારણના શિલ્પી, કાયદાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, શિક્ષણવિદ્દ તથા સામાજિક વિચારક ડા. આંબેડકરને મહાપરિનિર્વાણ દિવસ પર સાદર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. સંકુચિત ભેદભાવથી પર, આપણે એક માનવીય સૌહાર્દપૂર્ણ સમાજના નિર્માણનો સંકલ્પ લઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે પૂજ્ય બાબાસાહેબને તેમના મહાપરિનિર્વાણ દિવસના કોટિ-કોટિ વંદન. ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પણ સંસદભવન પરિસરમાં બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસે તેમને નમન કર્યા છે.
ભાજપના અધ્યક્ષ અમિત શાહે પણ ટ્વિટ કરીને કહ્યું છે કે બાબાસાહેબ આંબેડકરે દેશને એક પ્રગતિશીલ બંધારણ આપીને વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પાયો નાખ્યો. તેઓ પોતાના આખરી શ્વાસ સુધી વંચિતો અને શોષિતોના પ્રખર અવાજ બન્યા હતા. તેમણે કહ્યું છે કે પ્રજાસત્તાક ભારતના પ્રણેતા અને સર્વસમાવેશી બંધારણના શિલ્પકાર બાબાસાહેબની વાતો આજે પણ આપણા બધાં માટે પ્રેરક છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌનો-સાથ, સૌનો-વિકાસ મંત્રની સાથે બાબાસાહેબના સપનાઓને સાકાર કરવા માટે પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું છે કે આજે બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસ પર તેમને કોટિ-કોટિ નમન.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





