રામમંદિરઃ વીએચપીનો હૂંકાર,ભાગલા મંજૂર નથી,પૂરેપૂરી જમીન જાઈએ

0
8

અયોધ્યા,તા.૨૫
અયોધ્યામાં ધર્મસભા મળી હતી. વિશ્વ હિન્દુ પરિષદ આ સભામાં સંસદના શિયાળ સત્રમાં રામમંદિર માટે અધ્યાદેશ લાવવાની માંગણી કરશે. સભામાં બે લાખ રામભક્તો અને સંતો સહિતના ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના દિગ્ગજા જાડાયા છે. સુરક્ષા વ્યવસ્થાને સઘન કરવા માટે ૭૦ હજાર સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા હતા.
ધર્મસભામાં અયોધ્યા પહોંચેલા રામભક્તોનું મુસ્લિમ સમુદાયે ફુલોથી સ્વાગત કર્યું હતું, મુસ્લિમ મંચ સાથે જાડાયેલા લોકોએ ધર્મસભાના માર્ગ પર ફુલો વરસાવ્યાં હતા. રામમંદિર સમર્થક બબલૂ ખાને રામભક્તોનું સ્વાગત કર્યું હતું.
ધર્મસભાને સંબોધિત કરતા વીએચપીના નેતા ચંપત રાયે જણાવ્યું કે, રામમંદિર નિર્માણ માટે સંપૂર્ણ જમીન જાઈએ છે. જમીનના ભાગલા મંજૂર નથી. તેમણે જણાવ્યું હતું કે જમીનના ભાગ પાડવાની કોઇપણ ફોર્મ્યૂલા અમને મંજૂર નથી. ચંપત રાયે જણાવ્યું હતું કે, સુન્ની વક્ફ બોર્ડને જમીનની માલીકી હકનો કેસ પરત ખેંચી લેવો જાઇએ. આપને જણાવી દઇએ કે રામમંદિર મુદ્દે અલ્લાહાબાદ હાઇકોર્ટે તેના નિર્ણયમાં વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેચી હતી.
અયોધ્યામાં ધર્મસભામાં તેમણે વધુમાં જણાવ્યું કે, વિવાદિત જમીન પર નમાજ નહીં પઢવા દઈએ. તેમણે આ અવસરે જણાવ્યું હતું કે, હિન્દુ વર્ષોથી રાહ જુએ છે કે અહીં રામમંદિર બનશે.
તેમણે જણાવ્યું હતું કે, જ્યારે અર્જુન ન હતો સમજી શકતો તો કૃષ્ણએ મોં ખોલ્યું હતું. આજે એ જ કામ વીએચપી કરી રહી છે. અહીં રામ મંદિર હતુ. અયોધ્યામાં માત્ર રામમંદિર જાઇએ. તેમણે જણાવ્યું હતું કે હિન્દુની ધીરજની પરીક્ષા ન લેવી જાઇએ. આજે માત્ર ૪૮ જિલ્લામાંથી રામભક્તો આવ્યા છે, ભવિષ્યમાં આ ભીડ વધી શકે છે.
.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY