ન્યુ દિલ્હી,તા.૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મન કી બાત કાર્યક્રમનો ૫૦મો એપિસોડ સંબોધિત કર્યો હતો. તેમાં તેમણે પોતાના વ્યકિતગત અનુભવો શેર કર્યા હતા. પીએમે એક જૂના પ્રસંગને યાદ કરતા કહ્યું કે, આ ૧૯૯૮ની વાત છે, હું ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો સક્રિય કાર્યકર્તાના રૂપમાં જ્યારે હિમાચલમાં કામ કરતો હતો. મેં મહિના હતો અને હું સાંજના સમયે ફરતો ફરતો કોઇ સ્થળે જઇ રહ્યો હતો. હિમાચલ પ્રદેશની પહાડીઓમાં સાંજના સમયે ખુબ જ ઠંડી પડે છે. હું રસ્તામાં એક ઢાબા પર ચા પીવા માટે રોકાયા હતો, જ્યારે મેં ત્યાં ચાનો ઓર્ડર કર્યો હતો ત્યારે તે ઢાબા ખુબ જ નાનો હતો, એક વ્યકિત ચા બનાવતો હતો, વેચતો હતો. ઉપર કપડું પણ નહોતું. તે રસ્તા પર ચા બનાવતો હતો. તે દુકાનદાર પાસે એક કાચનું વાસણ હતું, તેમાંથી તેને લાડું કાઢ્યો, અને પહેલા બોલ્યો કે, સાહબ, ચા બાદમાં, લાડૂ ખાવ, મોં મીઠું કરો.
વડાપ્રધાને તે પ્રસંગને યાદ કરતા વધુમાં કહ્યું કે, હું તેનાથી આશ્ચર્યચકિત થઇ ગયો અને મેં તેને પુછ્યું કે, શું વાત છે ભાઇ ઘરમાં કોઇ લગ્ન પ્રસંગ છે કે શું. તેને કહ્યું ના-ના સાહેબ. તમને ખબર નથી કે શું? આજે ખુબ ખુશીની વાત છે તે એવો ઉછળી રહ્યો હતો, એવા ઉમંગથી ભરેલો હતો, તેનું આ રૂપ જાઇને મેં કહ્યું, ભાઇ વાત શું છે. તેને કહ્યું- ભારતે બોમ્બ ફોડી નાખ્યો છે. મેં કહ્યું ભારતે બોમ્બ ફોડી નાખ્યો છે? હું કંઇ સમજ્યો નહીં. તેને કહ્યું- જાવો સાહબ, રેડિયો સાંભળો. તો તે વખતે રેડિયો પર તેની ચર્ચા ચાલી રહી હતી, અને ત્યારથી મારા મનમાં એક વાત ઘર કરી ગઇ કે રેડિયો જન-જન સાથે જાડાયેલું સાધન છે અને રેડિયો જ સૌથી મોટી તાકાત છે.
વડાપ્રધાને કહ્યું- જ્યારે મન કી બાત શરૂ કરી હતી, ત્યારે મેં નક્કી કર્યું હતું કે, આ કાર્યક્રમમાં ન તો રાજનીતિ હોય, કે ન તો તેમાં સરકારની વાહ-વાહી હોય. ના ક્્યાય મોદી હોય અને મારા આ સંકલ્પને નિભાવવા માટે સૌથી મોટા પ્લેટફોર્મ પર મને પ્રેરણા મળી હતી. મોદી આવશે અને ચાલ્યા જશે પરંતુ આ દેશ અટલ રહેશે, અમારી સંસ્કૃતિ અમર રહેશે. ૧૩૦ કરોડ દેશવાસીઓની નાની નાની કહાનીઓ હંમેશાં જીવિત રહેશે. નવી પ્રેરણાઓ અને ઉત્સાહ સાથે દેશ નવી ઉંચાઇઓ પર જશે.
વડાપ્રધાને કહ્યું કે, કિયારેક કિયારેક મન કી બાત કાર્યક્રમની મઝાક પણ ઉડે છે પરંતુ મારા મનમાં હંમેશાં ૧૩૦ કરોડ દેશવાસીઓ વસેલા છે. તેમનું મન મારું મન છે. મન કી બાત સરકારી વાત નથી. આ સમાજની વાત છે. મન કી બાત મહત્વકાંક્ષી ભારતની વાત છે. તેમણે મન કી બાત કાર્યક્રમની મઝાક પર વાત કરતા કહ્યું હતું કે, મારા આ કાર્યક્રમની ઘણી મઝાક ઉડે છે. ઘણા લોકો મારા અવાજમાં આખે આખી મન કી બાત કાર્યક્રમને રજૂ કરે છે. આવી મિમિક્રી કરનાર લોકોના સ્ક્રીલને હું ખરેખર સાચા દિલથી બિરદાવું છું.
મન કી બાતમાં લોકોને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે, ભારતનું મૂળ પ્રાણ રાજનીતિ નથી. ભારતનું મૂળ-પ્રાણ રાજશકિત પણ નથી. ભારતનું મૂળ પ્રાણ સમાજનીતિ છે અને સમાજ શકિત છે. રાજનીતિમાં બધુ થઇ જાય તે સ્વસ્થ સમાજ માટે એક સારી વ્યવસ્થા નથી.કિયારેક કિયારેક રાજનૈતિક ઘટનાઓ અને રાજનૈતિક લોકો એટલા હાવી થઇ જાય છે કે સમાજની અન્ય પ્રતિભાઓ અને પુરુષાર્થ દબાઇ જાય છે.
મોદીએ જણાવ્યું કે, અલગ-અલગ કાર્યક્રમોમાં સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનો સાથે વાર્તાલાપ કરવાનો સતત મારો પ્રયાસ રહે છે. તેની પાસે હંમેશા આડિયાની ભરમાર હોય છે. તે વધુ એનર્જેટિક, ઇનોવેટિવ અને ફોક્સ્ડ હોય છે. મન કી બાતના માધ્યમથી હું યુવાનોની વાતો તેના આઇડિયાને વધુને વધુ શેર કરવાની કોશિશ કરૂ છું. મોટાભાગે એ ફરિયાદ રહે છે કે, યુવાનો ખૂબ જ સવાલ કરે છે. જા કે તે સારૂ છે કારણ કે તે સંશોધન કરવા ઇચ્છે છે. કેટલાક લોકો કહે છે કે યુવા પાસે ધૈર્ય નથી. જા કે હું કહું છું કે તેની પાસે બરબાદ કરવા માટે સમય નથી. કેટલાક લોકો કહે છે કે, યુવાનો એક જ સમયમાં બહુ બધું કરવાની જિદ્દ કરે છે. હું કહું છું કે તેઓ મલ્ટીટાસ્કિંગનું કૌશલ ધરાવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





