રાંચી,તા.૧૦
ઝારખંડ હાઇકોર્ટમાં બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવને મોટો ઝટકો લાગ્યો છે. જસ્ટિસ અપરેશ કુમાર સિંહની કોર્ટે ગુરૂવારે ઘાસચારા કૌભાંડ કેસમાં જેલની સજા કાપી રહેલા લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજી ફગાવી દીધી છે. ગત સપ્તાહે શુક્રવારે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
કોર્ટે લાલૂના કેસમાં વિશેષ નોટિસ ઇસ્યુ કરીને ચુકાદો સંભળાવવાનો સમય નિર્ધારીત કર્યો હતો. ત્યારબાદ સીબીઆઇ અને લાલૂ પ્રસાદ યાદવના વકીલ સમક્ષ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. લાલૂ પ્રસાદ યાદવના વકીલ કપિલ સિબ્બલે લાલૂની બિમારીઓ અને ઉંમરનો હવાલો આપતા તેમની જામીન અરજી મંજૂર કરવાની માગણી કરી હતી. કપિલ સિબલે લાલૂ યાદવની બિમારીઓના મેડીકલ સર્ટીફિકેટ પણ રજૂ કર્યા હતા. જાકે, સીબીઆઇના વકીલે આ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જે બાદ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં લાલૂની જામીન અરજી ફગાવી દીધી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





