ભાવનગર,તા.૧૦
ભાવનગર જીલ્લાનાં તળાજા તાલુકાનાં તલ્લી-બામ્ભોર ગામ સહિત ૧૦ ગામોનાં ખેડૂતો દ્વારા તા.૨ જાન્યુઆરીનાં રોજ અલ્ટ્રાટેક કમ્પની દ્વારા માઈનીંગ કરવામાં આવી રહ્યું તે સમયે ગામલોકો અને ખેડૂતો કંપની દ્વારા કરવામાં આવી રહેલ માઈનીંગને રોકવા માટે દોડી ગયા હતા, જ્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતા પોલીસ દ્વારા ટોળાને વેર-વીખેર કરવા ૨૫ જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા, તેમજ પોલીસ પર ખેડૂતો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસ દ્વારા ૯૨ જેટલા ખેડૂતો અને મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાતો કોળી સમાજમાં પડતા કલહમારા સંગઠન દ્વારા ભાવનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે. કલહમારા સગંઠન દ્વારા ભાવનગર બંધનાં એલાનને પગલે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી બાજ નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. શહેરનાં અનેક વિસ્તારોમાં સંગઠનનાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રસ્તાઓ પર નીકળી દુકાનો અને રોજગારને બંધ રાખવા આહ્વાન કરી રહી રહ્યા છે.
સંગઠનનાં પ્રમુખ ધરમશી ધાપાએ જણાવ્યું કે, “ભાજપની સરકારનાં ઇશારે મહુવામાં ખેડૂતો અને મહિલાઓ પર પોલીસ દ્વારા દમન ગુજારતા લાઠીચાર્જ કરવામાં આવ્યો, તેમજ ખોટી રીતે પોલીસ દ્વારા ૯૨ જેટલા ખેડૂતોની અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યા. આ તમામને જામીન આપવા તેમજ ખડૂતો પર લગાવેલ ૩૦૭ જેવી કલમો હટાવવી અને જે પોલીસ કર્મચારીઓ દ્વારા મહિલાઓ પર અમાનુસી અત્યાચાર કરી લાઠીચાર્જ કરવામાં આવ્યો તે પોલીસકર્મીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે.”
જા કે ભાવનગર શહેરમાં આપવામાં આવેલ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો. શહેરનાં અનેક વિસ્તારોમાં રાબેતા મુજબ દુકાનો અને રોજગાર ચાલુ હતી. આ ઉપરાંત માહિતી અનુસાર મહુવાની ઘટનામાં હાલ પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલ ૯૨ જેટલા ખેડૂતોનાં જામીન બાબતે વકીલ દ્વારા કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરાઈ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




