રાંચીમાં પાકિસ્તાનની જાસૂસી કરતાં ૧૨ લોકો ઝડપાયા

0
5

રાંચી,તા.૨૪
એટીએસ (એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડ)એ રાંચીમાં ચાલી રહેલી દેશદ્રોહી ગતિવિધિઓ અને ગુપ્ત માહિતીઓને લીક કરવાના ખેલનો પદાર્ફાશ કર્યો છે. એટીએસે રાંચીમાં બે સ્થળે દરોડા પાડી પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલા ૧૨ લોકોને પકડી પાડયા છે. પકડાયેલા લોકો રાંચીમાં ટેલિકોમ કંપનીનો ટાવર લગાવીને સિમબોક્સ ચલાવી રહ્યા હતાં જેને દુબઈથી ઓપરેટ કરાતો હતો. સિમબોક્સનો ઉપયોગ રાંચીથી કાશ્મીર સહિત દેશના અલગ અલગ વિસ્તારોમાં સાંપ્રદાયિક હિંસા ફેલાવવા, રમખાણો કરાવવા ઉપરાંત ગુપ્ત માહિતીઓને લીક કરવા માટે કરાતો હતો.
એટીએસના દરોડામાં રાંચી ઉપરાંત જમશેદપુર, ધનબાદ, જામતાડા અને પાકુડમાં પણ કાર્યવાહી ચાલી રહી છે. બે ડઝથી વધુ ટીમ દરોડાની કાર્યવાહીમાં લાગેલી છે. જા કે પોલીસ અધિકારી આ અંગે કશું બોલી રહ્યા નથી અને ચુપકીદી સેવી રહ્યા છે. આ ગેંગને પકડવા માટે એટીએસ જ નહી સીઆઈડી અને સ્પેશ્યલ બ્રાન્ચ પણ જાતરાઈ છે. આ ગેંગ પર ઈન્ટરપોની નજર હતી. એક વિશેષ અભિયાન દરમિયાન એટીએસની ટીમે રાંચીના કાંટાટોલી અને કાંકે રોડમાં દરોડા પાડીને ડઝનભર લોકોને પકડયા હતા. એટીએસ એસપી સહિત અનેક અધિકારી પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરી રહ્યા છે. તેની પાસેથી ૧૦ હજાર સીમકાર્ડ અને સિમબોક્સ મળી આવ્યા છે. અત્યાર સુધીની પૂછપરછમાં જાણકારી મળી છે કે એક જ વયક્તિના નામે ૧૦ હજાર સીમકાર્ડ ઈશ્યુ કરાયા હતા. સિમબોક્સના સંચાલકોએ પોતાના રહેઠાણ ઉપર પણ ટાવર ખડકેલો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY