સોહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસ સંભાળતા જસ્ટીસ લોયાનું નિધન હાર્ટએટેકના કારણે નથી થયું?

0
109

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી,
15/02/2018

હાલમાં મુંબઈના જસ્ટીસ બ્રીજગોપાલ હરકિશન લોયાના નિધનની ચર્ચા ચાલી રહી છે. આમ તો 2014માં તેમનું નિધન થયું હતું પરંતુ તેમનું નિધન શંકાસ્પદ હાલતમાં હોવાનો દાવો કરીને સુપ્રીમકોર્ટમાં સમગ્ર મામલો ચાલી રહ્યો છે. જેની સુનાવણીમાં બન્ને પક્ષે ધારધાર દલીલો થઈ રહી છે. જસ્ટીસ લોયા ગુજરાતના સોહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસ સંભાળતા હતા. હાલમાં મીડિયામાં આ ચર્ચા ચાલી રહી છે ત્યારે બીજી તરફ એક એવી બાબત બહાર આવી છે કે જસ્ટીસ લોયાનું નિધન હૃદયરોગના હુમલાથી નહીં પરંતુ કોઈ અન્ય રીતે થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દિલ્હીના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)ના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સોકોલોજી વિજ્ઞાન વિભાગના પૂર્વ વડા તથા ભારતના જાણીતા ફોરેન્સિક નિષ્ણાંત ડૉકટર આર કે શર્માએ જસ્ટીસ લોયાના નિધન સંબંધિત મેડિકલ દસ્તાવેજો તપાસીને એવો દાવો કર્યો છે કે લોયાનું નિધન હૃદયરોગના હુમલાથી થયું હોવાની વાત તદ્દન ખોટી છે. લોયાનું નિધન હૃદયરોગના હુમલાથી નહીં પરંતુ મગજમાં સંભંવિત આઘાતના લક્ષણ એટલે કે મગજ પર કોઈ હુમલો થયો હોય તેના કારણે અને એવી પણ શક્યતા છે કે લોયાને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હોય. ડૉકટર શર્માના આ દાવાની દિલ્હી અને અન્યત્ર મીડિયામાં જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે.

ડૉકટર શર્મા દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે તેના બહાર આવેલા અહેવાલ અનુસાર શર્માએ લોયાનો પીએમ રીપોર્ટ અને અન્ય સંબંધિત હિસ્ટોપેથોલોજી રીપોર્ટનો બારીકાઈથી અભ્યાસ કર્યા બાદ એક ઓનલાઈન ન્યૂઝ પોર્ટલને કહ્યું હતું કે લોયાના વિશેરાના નમૂનાની સાથે જે રાસાયણિક વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યું હતું અને રાસાયણિક વિષ્લેષણના જે તારણો અને કારણો બહાર આવ્યા છે તે સ્પષ્ટ દર્શાવે છે કે જસ્ટીસ લોયાનું નિધન હૃદયરોગના હુમલાથી થયું નથી. તેમણે એમ પણ કહ્યું કે જે દસ્તાવેજો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે તેમાંથી કેટલાક દસ્તાવેજો આરટીઆઈ દ્વારા એકત્ર કરવામાં આવ્યા છે અને કેટલાક દસ્તાવેજો મહારાષ્ટ્ર સરકારના આઈબી વિભાગ દ્વારા સરકાર મારફતે સુપ્રીમકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તેમાંથી મેળવવામાં આવ્યા છે. આ તમામ દસ્તાવેજોનો અભ્યાસ અને પોતાના ફોરેન્સિક બાબતોના વર્ષોના અનુભવના આધારે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે લોયાના નિધન બાબતે શંકાનું કોઈ કારણ નથી. હિસ્ટોપેથોલોજી રીપોર્ટમાં માયોકાર્ડિયલ ઇન્ફેકશનના કોઈ પ્રમાણ જોવા મળતા નથી. આ રીપોર્ટ દર્શાવે છે કે તેમાં હૃદયરોગનો હુમલો થયો હોય એના કોઈ પ્રમાણ જણાતા નથી. જે પરિવર્તન દેખાય છે તે મેડિકલની દૃષ્ટિએ હૃદયરોગનો હુમલો નથી.

અત્યારે જ્યારે જસ્ટીસ લોયાના નિધન બાબતે દેશભરમાં અને ખાસ કરીને ન્યાયતંત્રમાં પણ ભારે જીજ્ઞાસા જોવા મળી રહી છે અને સહુ કોઈની નજર સુપ્રીમકોર્ટ પર મંડાયેલી છે ત્યારે ડૉકટર શર્મા દ્વારા જે તારણો જાહેર કરવામાં આવ્યા છે તેનાથી સાર્વત્રિક ચર્ચાનો વિષય બને છે. ડૉકટર શર્માએ એમ પણ કહ્યું કે પીએમ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ધમનીઓમાં કેલીડિફિકેશન જોવા મળે છે પરંતુ જ્યાં કેલેસ્ટીકેશન હોય ત્યાં હૃદયરોગનો હુમલો થતો નથી કેમ કે ધમનીઓમાં લોહીનાં પ્રવાહની આ હલચલ કે ગતિ લોહીને જામવા દેતી નથી એટલે કે લોહીના પ્રવાહને ક્યારેય પણ બ્લોક કરતી નથી. પીએમ રીપોર્ટ મુજબ જસ્ટીસ લોયાએ રાતના લગભગ ચાર વાગ્યે પોતે બેચેની અનુભવતા હોવાની ફરિયાદ કરી અને સવારે 6.15 વાગે તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા. જો હૃદયરોગનો હુમલો થયાના લક્ષણો હોત (30 કરતાં વધુ મીનિટ) તો તેઓ જીવિત હતા અને તેવા સંજોગોમાં હૃદયની સ્થિતિ સ્પષ્ટરૂપથી બદલી ગઇ હોત પરંતુ જે રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં આવા કોઈ લક્ષણો જણાતા નથી. પીએમ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોયાના નિધનનું સંભવિત કારણ ‘કોરોનરી ધમનીમાં ઘટાડો’ જણાવવામાં આવ્યું છે. તે અંગે ડૉકટર શર્માનું માનવું છે કે ઉપલબ્ધ દસ્તાવેજોમાં હૃદયમાં પરિવર્તનનો ઉલ્લેખ છે પરંતુ તેમાંથી કોઈપણ કોરોનરી આર્ટરી અપર્યાપ્ત દર્શાવવા માટે પૂર્ણ નથી. અર્થાત ડૉકટર શર્મા પોતાના અનુભવના આધારે લોયાના પીએમ રીપોર્ટમાં હૃદયરોગના હુમલાથી નિધન થયાની થીયરી સાથે સહમત થતા નથી. તેમણે એવી પણ શંકા દર્શાવી કે શક્ય છે કે જસ્ટીસ લોયાનું નિધન ઝેર આપવાથી થયું હોય.

તેમણે જસ્ટીસ લોયાના વિશેરાના નમૂના પર રાસાયણિક વિષ્લેષણના જે તારણો લોયાના નિધનના 50 દિવસ બાદ રજૂ કરવામાં આવ્યા તે અંગે પણ ઉંડી શંકા વ્યક્ત કરી છે. ડૉકટર શર્મા જે ઝેર આપીને મારી નાખવાની શક્યતા દર્શાવે છે તે સંદર્ભમાં તેમનું કહેવું છે કે વિશેરાના નમૂના પર જે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવી હોય તેમાં 50 દિવસનો સમય વગેરેને જોતા તે વિષ્લેષણમાં ઝેર આપવામાં આવ્યું છે કે કેમ તેની કોઈ ઓળખ કે પ્રમાણ મળી શકે નહીં. આ વિષ્લેષણ નાગપુરમાં સ્થાનિક ફોરેન્સિક લેબોરેટરીમાં કરવામાં આવ્યું હતું. ડૉકટર શર્માએ વેધક સવાલ કર્યો છે કે વિષ્લેષણ માટે આટલો સમય શા માટે લગાવવામાં આવ્યો કેમ કે આ પ્રકારનું વિષ્લેષણ પૂર્ણ કરવામાં એક કે બે દિવસ જ થાય છે. તેમનું માનવું છે કે તેમણે જે તારણો આપ્યા છે તેનાથી ચોક્કસ ચર્ચાઓને વેગ મળશે. તેમણે એમ પણ કહ્યું કે આ સમગ્ર બાબતની તપાસ થવી જોઇએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY