કારમી હાર પછી લાલુ પ્રસાદની તબિયત વધુ ખરાબ થઇ, જમવાનું પણ કર્યું બંધ

0
11

લોકસભા ચૂંટણીમાં આરજેડીને એક પણ સીટ મળી નથી
રાંચી,તા.૨૬
લોકસભા ચૂંટણી હારતા આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવ ખૂબ તણાવમાં આવી ગયા છે. ગયા ત્રણ દિવસથી તેઓ સારી રીતે ઊંઘી પણ નથી શકયા. તેમણે જમવાનું પણ ઓછું કરી દીધું છે. તેમની દિનચર્યા જાઇને ડોક્ટરો પણ મુશ્કેલીમાં છે. રિમ્સમાં લાલુ પ્રસાદની સારવાર કરી રહેલા પ્રોફેસર ડા. ઉમેશ પ્રસાદે જણાવ્યું હતું કે, તેઓ સવારે નાસ્તો કરે છે પરંતુ બપોરે જમતા નથી. સવારે નાસ્તો અને રાત્રે જમી રહ્યા છે જેને લીધે તેમને ઇન્સુલિન આપવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, સંભવ છે કે તણાવને લીધે તેમની આ સ્થિતિ છે.
ડૉ. ઉમેશ પ્રસાદે શનિવારે લાલુ પ્રસાદ યાદવને સમજાવ્યા હતા અને જણાવ્યું હતું કે, તેમની તબિયત ઠીક નથી. આવામાં સમયસર જમવાનું અને દવા લેવી જરૂરી છે. જો સમયસર જમવાનું અને દવા આપવામાં નહીં આવે તો તો સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.
ચૂંટણી પરિણાના દિવસે લાલુ પ્રસાદ સવારે આઠ વાગ્યે ટીવી ચાલું કરીને બેસી ગયા હતા. પરંતુ જેવા પરિણામ આવવા લાગ્યા તેમની ઉદાસીનતા વધવા લાગી હતી. બપોરે એક વાગ્યે તેઓ ટીવી બંધ કરીને ઊંઘી ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY