ઈલેક્શન વખતે પ્રત્યેક સમાજ ટુકડા-ટુકડામાં વહેંચાઈ જાય છે : પૂ.પદ્મ દર્શન વિજયજી

0
29

પારસ બાગ ખાતે પૂ. પંન્યાસ પ્રવરનો સત્સંગ યોજાયો
સુરત, તા.૨૦
દિવ્ય પ્રભાવી દેવાધિદેવ શ્રી અંતરિક્ષજી પાર્શ્વનાથના પારસ બાગ ખાતે પૂ. પંન્યાસ પ્રવર શ્રી પદ્મ દર્શન વિજયજી મહારાજે સત્સંગીઓ સમક્ષ જણાવ્યું હતું કે, ડાર્વિનના ઉન્ક્રાંન્તિવાદના હિસાબે માનવનું મૂલ્યાંકન કરવા જઈએ તો માણસની ઉત્પત્તિ થઈ ત્યારથી માંડીને આજ સુધી માણસમાં અનેક પ્રકારના ભેદ પડ્યા છે. માણસ એ ધરતીનો પુત્ર છે. ધરતી એ જ એનું જીવન બન્યું છે. જન્મ્યો પણ ધરતી ઉપર અને અંતે ધરતી ઉપર જ અંતિમ વિદાયયાત્રા નીકળવાની. ફળ ફૂલ ખાતો અને પાંદડાઅો વીણતો માણસ આજે થ્રી પીસ સૂટમાં ફરતો થયો. એની વચ્ચેનો સમયગાળો એ આ વર્તમાન માનવની વિકાસની સાક્ષી પૂરતો ટૂકડો છે.
પહેલાં માણસ એકલો હતો પણ પછી એને સમૂહ બનાવ્યો. સમૂહ પછી એને ઈલાકા બનાવ્યા. પછી સમાજ અને સોસાયટીમાં વહેંચાઈ ગયો. આમ માણસ પહેલાં એકલો હતો, એમાંથી અનેકનો સમૂહ થયો અને પછી મોટો સમૂહ બની ગયો અને પછી ભાગલા પડવાના શરૂ થઈ ગયા. પછી ફરીવાર માણસ અનેક પ્રકારના ખાનાઓમાં વિભાજીત થતો ગયો. રંગભેદ, જાતિ ભેદ, ધર્મભેદ, રૂઢિભેદ અને રાજ્યોના જુદાં જુદા ખાનાઓમાં માણસ પૂરાઈ ગયો અને ધીમે ધીમે માણસ કપાઈને વહેંચાઈ ગયો. ઈલેકશન વખતે તો પ્રત્યેક સમાજ ટૂકડા ટૂકડામાં વહેંચાઈ જાય છે. ભયંકર ઝઘડાઓ અને તોફાનોની આગ સર્વત્ર વ્યાપ્ત થઈ જાય ચે. ચૂંટણી પંચ પણ આવા સમયે શું પગલાં લેવા તેની ઉલઝનમાં ખોવાઈ જાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY