રાણપુર તાલુકાના નાગનેશ નુ બસસ્ટેન્ડ જર્જરીત હાલતમાં-લોકોને પડતી હાલાકી..

0
130

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકામા નાગનેશ ગામનો સમાવેશ કરવામાં આવેલ છે અગાઉ આ ગામ ચુડા તથા લીંબડી તાલુકામાં હતુ નાગનેશના બસસ્ટેન્ડ થી ગામ અંદાજે એક થી દોઢ કીલોમીટર દુર છે ધંધુકા અને રાણપુર તથા અન્ય જગ્યાએ જવા આવવા માટે લોકો બસસ્ટેન્ડ થી બસ પકડે છે આ બસસ્ટેન્ડ છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષથી જર્જરીત થઈ ગયેલ છે તેથી લોકોને ફરજીયાત શિયાળે,ઉનાળે કે ચોમાસે રોડ ઉપર ઉભુ રહેવુ પડે છે જો જવાબદાર તંત્ર દ્વારા વ્યવસ્થિત બસસ્ટેન્ડ બનાવવામાં આવે તો લોકોને ઉપયોગી થાય તેમ છે આ બાબત નાગનેશ ગામના જાગૃત નાગરીક પ્રદીપભાઈ બેલાણી સાથે વાત કરતા જણાવેલ છે કે નાગનેશની વસ્તી દસ થી બાર હજારની છે જો બસસ્ટેન્ડ નવુ બનાવવા આવે તો લોકોને પડતી તકલીફ દુર થાય તેમ છે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
મો:-7698030233

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY