ઓસ્ટ્રેલિયા ખેલાડી રેન શોને માથામાં બોલ વાગતા ઈજાગ્રસ્ત,મોટી દુર્ઘટના ટળી

0
24

દુબઈ,તા.૧
ઓસ્ટ્રેલિયાની ટીમ દુબઇમાં છે. પાકિસ્તાન વિરૂદ્ધ ૨ ટેસ્ટ મેચની સિરીઝ પહેલા તે પ્રેક્ટિસ મેચ રમી રહી છે. પાકિસ્તાન-એ વિરૂદ્ધ ચાર દિવસીય મેચનો બીજા દિવસ ઓસ્ટ્રેલિયા માટે સારો રહ્યો નહતો. ફિલ્ડિંગ કરી રહેલા મેટ રેન શોના માથા પર બોલ લાગ્યો હતો જેને કારણે તેને મેદાનની બહાર જવુ પડ્યુ હતું.
૨૨ વર્ષના ઓપનર બેટ્‌સમેન રેન શો પ્રેક્ટિસ મેચમાં આગળ નહી રમી શકે. સ્પિનર નાથન લાયનની ઓવરમાં આબિદ અલીએ એક જારદાર શોટ ફટકાર્યો હતો. જે બોલ સીધો શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા રેન શોના હેલ્મેટ પર જઇને લાગ્યો હતો અને હવામાં ઉછળ્યો હતો જેને વિકેટકીપર ટિમ પેને પકડી લીધો હતો. ઓસ્ટ્રેલિયાને વિકેટ મળી હતી પરંતુ રેન શોને ઇજા થઇ હતી.
રેન શોએ તરત જ પોતાનું હેલ્મેટ ઉતાર્યુ અને માથુ પકડીને મેદાન પર બેઠી ગયો હતો. કેપ્ટન ટિમ પેન અને મેડિકલ સ્ટાફે રેન શોને ઉભા કરવામાં મદદ કરી હતી. રેન શોની તપાસ માટે આઇસીસી એકેડમી ચેન્જ રૂમમાં લઇ જવામાં આવ્યો હતો. તે બાદ પાકિસ્તાનની ટીમ રેન શોની જગ્યાએ ઓસ્ટ્રેલિયાની અંતિમ-૧૧માં માર્નસ લાબુશેનને ટીમમાં રાખવા તૈયાર થઇ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY