ન્યુ દિલ્હી,તા.૨૮
છેલ્લા ૨૪ કલાકમાં દેશને હચમચાવી દેનારા ત્રણ રેપના કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં કેનેડાની મહિલા સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો છે, તો હિમાચલમાં એક બાળકી સાથે રેપના આરોપમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે મંદસૌરમાં માસૂમ બાળકી સાથે બળાત્કાર અને હત્યાની કોશિશ કરતા આરોપીને પોલીસે પકડી લીધો છે.
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક નાની ઉંમરની છોકરીએ તેની ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે અને તેને લઈને પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હજુ બે આરોપી ફરાર છે. પોલીસના કહેવા પ્રમાણે ૧૫ જૂનના છોકરી લાપત્તા થઈ હતી. તેમના સંબંધીઓએ ફરિયાદ નોંધાવી હતી. જેના પછી પીડિતાને મનાલીમાંથી શોધી કાઢવામાં આવી હતી. પીડિતાએ તેના પરિવારજનોને તેની સાથે થયેલી ઘટનાની જાણકારી આપી હતી અને પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.
તે સિવાય દિલ્હીમાં કેનેડાથી ભારત ફરવા આવેલી એક મહિલા સાથે રેપનો મામલો પણ સામે આવ્યો છે. પોલીસના કહેવા પ્રમાણે, પીડિત મહિલા આરોપીના કહેવા પર તેના ઘરે ગઈ હતી, જ્યાં તેનો રેપ કરવામાં આવ્યો હતો. પીડિત મહિલાએ એમ્સ પહોંચ્યા પછી પોલીસને આ જાણકારી આપી હતી. પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે.
મંદસૌરમાં પણ માસૂમ બાળકી સાથે બળાત્કાર અને હત્યાની કોશિશ કરવા બદલ આરોપીને પોલીસે પકડી લીધો છે. આરોપીએ બાળકીને સુમસાન જગ્યાએ લઈ જઈને તેનો રેપ કર્યો હતો અને પછી ચપ્પુની મદદથી તેની ગરદન કાપીને હત્યાની કોશિશ કરી હતી. પીડિતાને ગંભીર હાલતમાં હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




