સબસિડીવાળા LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 2.71નો વધારો

0
144
– સબસિડી વગરના LPG સિલિન્ડરમાં રૂ. 55.50નો તોતિંગ વધારો
પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવ વચ્ચે મોંઘા LPGથી મોંઘવારી કરશે
– ગુજરાતમાં પેટ્રોલના ભાવ રૂ. 75 અને ડીઝલના રૂ.73.50ની નજૂક પહોંચ્યા
– દિલ્હીમાં સબસિડીવાળા સિલિન્ડરનો ભાવ વધીને રૂ. 493.55

પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવને કારણે મોંઘવારીએ માઝા મૂકી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવમાં વધારો અને ડોલરની સામે રૃપિયો નબળો પડતા સબસિડીવાળા એલપીજી સિલિન્ડરમાં ૨.૭૧ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર આજે મધરાતથી દિલ્હીમાં સબસિડીવાળા સિલિન્ડરનો ભાવ વધીને ૪૯૩.૫૫ રૃપિયા થઇ જશે. ગુજરાતમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૭૫ રૃપિયા અને ડીઝલનો ભાવ ૭૩.૫૦ રૃપિયાની નજીક પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે આંતરરાષ્ટ્રીય ભાવ અને ડોલરની સામે રૃપિયાના વલણને આધારે રાંધણ ગેસના ભાવ નક્કી કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધવાને કારણે દિલ્હીમાં સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં ૫૫.૫૦ રૃપિયાનો વધારો થયો છે. ઓઇલ કંપનીઓ એક વર્ષમાં એક પરિવારને ૧૨ સિલિન્ડર સબિસડીવાળા આપે છે. જ્યારે ૧૨થી વધુ સિલિન્ડર સબસિડી વગરના ભાવે ખરીદવા પડે છે. આઇઓસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે બેંક ખાાતામાં જમા થતી સબસિડી રકમમાં હવે ૫૨.૭૦ રૃપિયા(૫૫.૫૦-૨.૭૧)નો વધારો થશે. ઉલ્લેખનીય છે કે જૂન, ૨૦૧૮માં સબસિડી પેટે ૨૦૪.૯૫ રૃપિયા જમા કરવામાં આવ્યા હતાં. હવે જુલાઇ, ૨૦૧૮માં આ રકમ વધીને ૨૫૭.૭૪ રૃપિયા થઇ જશે. સરકાર પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા ગંભીર નથી પેટ્રોલ-ડીઝલ જીએસટીમાં આવે તેવી કોઇ શક્યતા નથી : સુશીલ મોદી પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવવાથી કેન્દ્ર-રાજ્યોને આવકમાં મોટું નુકસાન પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવવા અંગે ભાજપના પ્રધાનો અલગ અલગ નિવેદનો આપી રહ્યાં છે. એવુ લાગે છે કે સરકાર પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા ગંભીર નથી. જીએસટી કાઉન્સિલના સભ્ય અને બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીએ નજીકના ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની શક્યતાઓને ફગાવી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવવાનો નિર્ણય ઉતાવળમાં લેવામાં આવશે તો કેન્દ્ર અને રાજ્યોને આવકમાં નુકસાન થશે. આ મુદ્દે જીએસટી કાઉન્સિલના સભ્યોમાં સર્વસંમતિ સાધવામાં આવી નથી. જો કે સુશીલ મોદીએ જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલ કુદરતી ગેસ અને એટીએફને જીએસટીમાં લાવવાનું ગંભીરતાથી વિચારી રહી છે. જીએસટીની મહિનાની આવક એક હજાર અબજ રૃપિયા થઇ જશે ત્યારબાદ જીએસટીના ૨૮ ટકાના દરમાં ઘટાડો કરાશે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરોધમાં ટ્રાન્પોર્ટરોની ૨૦ જુલાઇથી હડતાળ સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના વિરોધમાં ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (એઆઇએમટીસી)એ ૨૦ જુલાઇથી અનિશ્ચિત મુદ્દત માટે હડતાળ શરૃ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રાન્સપોર્ટરોના જણાવ્યા મુજબ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધારી રહી છે પણ બીજી તરફ ટ્રાન્સપોર્ટરોના હિતોની અવગણના કરી રહી હોવાથી ટ્રાન્સપોર્ટરોને મોટા પાયે નુકસાન થઇ રહ્યું છે. ટ્રાન્સપોર્ટરોએ માગ કરી છે પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજને બદલે ત્રણ મહિનામાં એક વખત ફેરફાર કરવામાં આવે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY