રાપરમાં સસરા ને જમાઈએ માથામાં લાકડી ફટકારી અઢાર દિવસ બાદ વૃદ્ધનું હોસ્પિટલ ખાતે નિપજ્યું મૃત્યુ

0
192

રાપર ખાતે દોઢ વર્ષથી રીસામણે બેઠેલી પત્નીને પિયર પરત નહીં મોકલવામાં સાસરીયા પક્ષનાં લોકોનો હાથ હોવાની શંકા રાખી પત્નીના કૌટુંબિક વડીલના માથામાં લાકડી મારી ગંભીર રીતે ઘાયલ કરવાનો રાપરનો બનાવ હવે હત્યા કેસમાં પલટાયો છે.ગંભીર રીતે ઘાયલ ૬૯ વર્ષિય વૃધ્ધે આજે સવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં દમ તોડી દીધો છે. બનાવ ગત ચોથી જૂનનાં રોજ બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો.રાપરના અયોધ્યાપુરીની ઘનશ્યામ કો-ઓપરેટીવ સોસાયટીમાં રહેતાં શાંતિલાલ વીરજી રામાણી (ઠક્કર) પુત્ર પ્રકાશ સાથે ચોકલેટ-બિસ્કીટની પેઢી ચલાવતા હતા.શાંતિલાલના મામા ચમનલાલના પુત્ર પ્રવિણની દિકરી હંસાના સાત વર્ષ પૂર્વે દિનેશ કાંતિલાલ રાજદે રહે. અયોધ્યાપુરી, રાપર સાથે લગ્ન થયાં હતા. પરંતુ, સાસરીમાં થતી મારકૂટ અને અત્યાચારોથી ત્રાસીને હંસા છેલ્લાં દોઢ વર્ષથી પિયરમાં રીસામણે બેઠી હતી ગત ચોથી જૂનનાં રોજ હંસાનો પતિ દિનેશ પોતાના વાહન એક્ટિવામાં લાકડી લઈને શાંતિલાલની દુકાને આવ્યો હતો. ‘’મારી ઘરવાળી હંસાને મારા ઘેર મુકવામાં તમે કેમ આડા આવો છો’’ તેમ કહી તેણે શાંતિલાલના માથામાં ડાબી બાજુ લાકડી મારી ગંભીર ઈજાથી શાંતિલાલ ઢળી પડ્યાં હતા. તેમને તુરંત સ્થાનિક અને બાદમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર અર્થે દાખલ કરાયાં હતા. જ્યાં આજે સવારે આ ૬૯ વર્ષીય વૃદ્ધનું નિધન થયુ હતું બનાવ અંગે ગત છઠ્ઠી તારીખે શાંતિલાલના પુત્ર પ્રકાશે દિનેશ વિરુધ્ધ આઈ.પી.સી કલમ ૩૦૭ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. હુમલા બાદ દિનેશ ફરાર થઈ ગયો હતો પરંતુ પોલીસ દ્વારા તેને રાજકોટથી પકડી લેવાયો હતો વૃધ્ધનું મોત થતાં હવે આ બનાવ હત્યા કેસમાં પલટાયો છે અને જમાઈ સાસરિયા માટે યમ સાબિત થયો હતો

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY