બે ટાવરમાંથી રૂ. ૯૦ હજારની મતા ચોરાઈ
સુરત, તા. ૦૬
ઓલપાડ પોલીસ મથક વિસ્તારમાં મોબાઈલ કંપનીના ટાવરમાંથી રૂપિયા ૯૦ હજારની કિંમતની બેટરી અને સેલ ચોરાયાની બે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી.
ઓલપાડ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સાંધિયેર ગામ શ્યામનગર સોસાયટીના ગેટના કંપાઉન્ડમાં આવેલ મોબાઈલ ફોનની ટાવરમાંથી અજાણ્યા ચોર ૪૮ નંગ બેટરી, ૨૪ સેલ મળી કુલ્લે રૂ. ૪૫૦૦૦ની મતા ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે વિજયભાઈ મૂળજીભાઈ ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં મોર ગામ ભરથાઈ માતાજીના મંદિર પાછળ આપેલ મોબાઈલ ટાવરમાંથી આપેલ મોબાઈલ ટાવરમાંથી પણ રૂ. ૪૫૦૦૦ની કિંમતના બેટરી-સેલ ચોરાયા અંગે વિજય મૂળજી ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી. ઓલપાડ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



